આ દેશમાં ધુમ્રપાન કરનારાઓએ 33 ફૂટનું અંતર રાખવું પડશે, જાણો કેટલું હાનિકારક છે 'પેસિવ સ્મોકિંગ'
In Italy smokers will have to maintain a distance of 33 feet : ઇટાલીમાં ધૂમ્રપાન કરનારા લોકો માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે. હકીકતમાં, ઇટાલીના શહેર મિલાનમાં જો કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કરશે તો તેને બીજા વ્યક્તિથી ઓછામાં ઓછી 33 ફૂટ દૂર રહેવું પડશે. અહીં તમને જણાવી દઈએ કે, ઇટાલીમાં સિગારેટ પીવી એક ફેશન છે. જેના કારણે સરકારે આ પ્રકારના પગલા લેવા પડ્યા છે. જો કે લોકોએ આ નિયમો પર સવાલો ઉઠાવ્યા છે.
ધૂમ્રપાન કરનારાઓએ 33 ફૂટનું અંતર રાખવું પડશે
હકીકતમાં સન 1960માં ફેલીનીની ફિલ્મ 'લા ડોલ્સે વીટા'ની અંદર ઇટાલીને ધૂમ્રપાન કરનારા લોકો માટે જન્નત તરીકે દેખાડવામાં આવ્યું હતું. ફિલ્મોમાં સિગારેટને હંમેશા ગ્લેમર સાથે જોડીને દેખાડવામાં આવે છે. ત્યારે હવે ધૂમ્રપાનને લઈને ઇટાલીમાં કડક નિયમ બનાવવામાં આવ્યા છે. જેમાં લોકો હવે રસ્તાઓ પર જાહેરમાં સિગારેટ પી શકશે નહીં. ઇટાલીની સરકારે આઉટડોર સિગારેટ પીવાને લઈને ખાસ કડક નિયમો બનાવ્યા છે. ધૂમ્રપાન કરનાર વ્યક્તિએ અન્ય વ્યક્તિઓથી 33 ફૂટનું અંતર આખવું પડશે.
નિર્ણયની સોશિયલ મીડિયા પર થઈ રહી છે ભારે ટીકા
આ નવા નિયમો મિલાનમાં આ વર્ષમાં જાન્યુઆરી મહિનાથી જ લાગુ કરી દેવામાં આવ્યા છે. ઓછી ભીડવાળા વિસ્તારમાં લોકોએ હવે 33 ફૂટનું અંતર રાખીને ધૂમ્રપાન કરવાનું રહેશે. મિલાનના ડેપ્યુટી મેયર અન્ના સ્કવુજોના જણાવ્યા અનુસાર, લોકો ઓછું ધૂમ્રપાન કરશે તો તેમની આજુબાજુના લોકો અને તેમના સ્વાસ્થ્ય માટે સારું રહેશે. મિલાન ફેશન અને ડિઝાઇનર કોસ્ચ્યુમ માટે પૂરી દુનિયામાં ખ્યાતનામ છે. સરકારના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે, સિગારેટથી વાંધો નથી પરંતુ પસંદગીની આઝાદીને ખતમ કરવાથી સમસ્યા છે. હકીકતમાં પેસિવ સ્મોકિંગને લઈને સરકારે આ પગલું લીધું છે. ઇટાલીના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશની 14 વર્ષથી વધુ ઉંમરની વસ્તીમાં ધૂમ્રપાન કરનારાઓની સંખ્યા 22 ટકાથી ઘટીને 19 ટકા થઈ ગઈ છે.
શું છે પેસિવ સ્મોકિંગ?
પેસિવ સ્મોકિંગ એટલે કે બીજા લોકોના તમાકુના ધુમાડાને શ્વાસમાં લેવો. તે ધૂમ્રપાન કરનાર દ્વારા છોડવામાં આવતા ધુમાડા અને સળગતી સિગારેટમાંથી નીકળતા ધુમાડાનું મિશ્રણ છે.