કેનેડામાં ૧ મહિનામાં ૮૦૦ નાની કંપનીઓએ બેંક કરપ્સી ફાઇલિંગ કર્યુ, મોંઘવારી અને બેકારીના પગલે મંદીના અણસારા
કેનેડાના જીડીપીમાં નાની કંપનીઓની ભાગીદારી ૩૩ ટકા જેટલી
નાની કંપનીઓ અને કન્ઝયૂમર્સે ખૂબ સ્ટ્રગલ કરવી પડી રહી છે.
ટોરેન્ટો,૧૯ માર્ચ,૨૦૨૪,મંગળવાર
કેનેડા,બ્રિટન સહિત દુનિયાના અનેક દેશો આર્થિક મંદીના અણસાર મળી રહયા છે. આવા સમયે બેંક કરપ્સી ફાઇલિંગ થવાનું વધી રહયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેનેડામાં ગત જાન્યુઆરી મહિનામાં ૮૦૦ થી વધુ કંપનીઓએ બેંક કરપ્સી માટે આવેદન આપ્યું હતું. વર્ષ ૨૦૨૩માં બેંકના દેવાળા ધરાવતી કંપનીઓની સંખ્યામાં ૪૦ ટકા વધારો થયો છે. છેલ્લા ૧૩ વર્ષમાં બેંક કરપ્સી ધરાવતી કંપનીઓની સંખ્યા સૌથી વધારે છે.
કોરોનાકાળમાં કંપનીઓને ૪૫૦૦૦ ડોલરની વ્યાજવગરની લોન આપવામાં આવી હતી જેનું ચુકવણું કરવાની ડેડલાઇન જાન્યુઆરી મહિનો હતો ત્યાર પછી બેંક કરપ્સીનું પ્રમાણ વધ્યું છે. કેનેડાના જીડીપીમાં નાની કંપનીઓની ભાગીદારી ૩૩ ટકા જેટલી છે. કેનેડામાં સરકારી આંકડાઓ મુજબ તો દેશની ઇકોનોમી મજબૂત બની છે પરંતુ નાની કંપનીઓ અને કન્ઝયૂમર્સે ખૂબ સ્ટ્રગલ કરવી પડી રહી છે. હાલમાં આર્થિક મંદીમાંથી કેનેડા ટકી રહયું છે પરંતુ નોકરીની તકો ઘટવાથી વિદેશી સ્ટુડન્ટસના આર્થિક બજેટ ખોરવાઇ ગયા છે. મોંઘવારી વધવાથી ન્યુ સેટલમેન્ટ ધરાવતા લોકોને તકલીફનો સામનો કરવો પડયો છે.
જાપાને અર્થતંત્રની મજબૂતી માટે ૧૭ વર્ષ પછી વ્યાજદર વધાર્યો
જાપાનમાં કેન્દ્રીય બેંકે અર્થ વ્યવસ્થાને ઉત્તેજન આપવા માટે ૧૭ વર્ષ પછી વ્યાજદર વધાર્યો છે. આ સાથે જ નકારાત્મક વ્યાજદરોની લાંબા સમયથી ચાલી આવતી આર્થિકનીતિનો અંત આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેંક ઓફ જાપાન વ્યાજદરોમાં ૨૦૦૭ પછી પ્રથમવાર જ આ પગલું ભરવું પડયું છે. બેંક ઓફ જાપાને શોર્ટ ટર્મ વ્યાજદરોને ઋણાત્મક ૦.૧ થી વધારીને ૦.૧ ટકા કર્યા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં જાપાને વ્યાજદરોને શુન્યથી નીચે નેગેટિવ લાવવા માટેનું પગલું ભર્યુ હતું.