Get The App

બ્રિટનમાં ૧.૧૦ કરોડ લોકો આર્થિક તાણમાં જીવવા મજબૂર ,નાણા બચત ભૂલાતી જાય છે

૧૦૦ પાઉન્ડની પણ બચત ના હોય તેવા લાખો લોકો

આક્સ્મિક મુશ્કેલીનો સામનો કરવાના નાણા નથી

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
બ્રિટનમાં ૧.૧૦ કરોડ લોકો આર્થિક તાણમાં જીવવા મજબૂર ,નાણા બચત ભૂલાતી જાય છે 1 - image


લંડન,15 ફેબુ્આરી, 2024 , ગુરુવાર 

પાઉન્ડ કરન્સી દુનિયામાં મજબૂત ગણાય છે પરંતુ બ્રિટનમાં ૧.૧૦ કરોડ લોકો ભારે આર્થિક સંકટમાં જીવી રહયા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. બ્રિટનમાં બચત યોજનાઓ ચલાવનારા રિઝોલ્યૂશન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર લાખો લોકો પાસે આકસ્મિક મુશ્કેલી આવી જાયતો તેનો સામનો કરવા માટે નાણા બચત નથી. 

બ્રિટનમાં ૧૦૦ પાઉન્ડની પણ બચત ના હોય તેવા લાખો લોકો રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી નાણા બચત ભૂલાતી જાય છે જે ખૂબ ચિંતાનો વિષય છે. બેરોજગારીનો દર સતત વધતો જાય છે, નવાઇની વાત તો એ છે કે અનુભવ ધરાવતા લોકો પણ રોજગારીથી વંચિત રહે છે. નોકરી અને સેવા નિવૃતિ પછી જીવન નિર્વાહના ખર્ચા પુરા કરવા મુશ્કેલ બની રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનમાં આ પ્રકારની આર્થિક પરીસ્થિતિ કયારેય જોવા મળી નથી



Google NewsGoogle News