એક અસામાન્ય પગલું ભરી ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રમુખ 'શી'ને શપથ વિધિ સમયે આમંત્રણ આપ્યું
- 1774થી હજી સુધી સત્તા હસ્તાંતરણ સમયે કોઈ વિદેશી મહાનુભાવને આમંત્રણ આપવામાં આવ્યું નથી
વોશિંગ્ટન : અમેરિકાના નવ-નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓના શપથ વિધિ સમયે ઉપસ્થિત રહેલા ચીનના પ્રમુખ શી-જિનપિંગને આમંત્રણ આપ્યું છે. ૧૭૭૪ પછી કદાચ પહેલી જ વાર કોઈ વિદેશી મહાનુભાવને પ્રમુખ પદના શપથ વિધિ સમયે આમંત્રણ અપાયું હોય તેવું આ પહેલું જ ઉદાહરણ છે. જો કે શી જિનપિંગે તે આમંત્રણ હજી સ્વીકાર્યું છે કે નહીં તે વિષે કોઈ સ્પષ્ટતા નથી.
આ પૂર્વે એન.બી.સી. ન્યૂઝને આપેલી એક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓને શી જિનપિંગ સાથે ઘણા સારા સંબંધો છે. મેં તેઓને આ સપ્તાહે જ આમંત્રણ પાઠવી દીધું છે.
આ તબક્કે તે ઉલ્લેખનીય છે કે ૧૭૭૪ થી હજી સુધી કોઈ વિદેશી મહાનુભાવને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
શી-જિન-પિંગને ટ્રમ્પે આપેલા આમંત્રણ માટે વધુ આશ્ચર્ય તો તેથી થાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ચીનમાંથી થતી આયાતો ઉપર ૬૦ ટકા જેટલો ટેરીફ લગાવવાની પોતાની ભાવિ નીતિમાં જાહેરાત કરી દીધી છે. તે ઉપરાંત તાઇવાન મુદ્દે તો બંને દેશો સામ સામા આવી ગયા છે. યુક્રેનના યુદ્ધમાં ચીન રશિયાને સાથ આપે છે. મધ્યપૂર્વમાં રશિયા અમેરિકા એક બીજાની સામ સામે છે. ચીન રશિયાની સાથે છે. ચીન રશિયા દ્વારા તેમજ સીધી રીતે પણ અમેરિકાના કટ્ટર શત્રુ ઇરાનની સાથે છે. તેવે સમયે ટ્રમ્પ દ્વારા ચીનના સરમુખત્યાર શી જિનપિંગને પોતાની શપથ વિધિ સમયે ટ્રમ્પે આપેલું આમંત્રણ આંચકાજનક બની રહ્યું છે.
જો કે હજી સુધી ચીનની સરકાર દ્વારા તે આમંત્રણની સ્વીકૃતિ અંગે કશા પ્રતિભાવો આપવામાં આવ્યા નથી.