અમેરિકામાં ટ્રમ્પ રીપબ્લિકન્સના 61 ટકા મત મેળવી શક્યા છે રોન સેન્ટીઝ અને નિક્કી હેલી 11 ટકા જ મત મેળવી શક્યાં છે
- ભારતમાં મોદી, રશિયામાં પુતિન 24મા ચૂંટાવા નિશ્ચિત છે
- પ્રીપોલ સર્વે જણાવે છે કે ડેમોક્રેટ બાયડેન કરતાં ટ્રમ્પ ૫૨ ટકાથી વધુ મત મેળવી બાયડેનથી ૪ ટકા આગળ છે
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખપદ માટે નામાનિત કરવાની પક્ષની આંતરિક ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૬૧ ટકા મત મેળવી સૌથી આગળ રહ્યા છે. જ્યારે તેઓના પક્ષના આંતરિક પ્રતિસ્પર્ધી ફલોરિડાના ગવર્નર રોન ડી સેન્ટીઝ તેમજ સાઉથ કેરોલિનાનાં પૂર્વ ગવર્નર નિક્કી હેલી બંનેને માત્ર ૧૧ ટકા જ મત મળ્યા છે. જ્યારે ભારત વંશીય વિવેક રામાસ્વામીને ૫ ટકા અને ન્યૂજર્સીનાં ગર્વનર ક્રીસ કીસ્ટીને ૨ ટકા જ મત મળ્યા છે. બાકી રહેલા ૮ ટકા રીપબ્લિકન મતદારોએ જણાવ્યું હતું કે તેઓએ હજી કોઈ નિર્ણય જ લીધો નથી.
આ ઉપરથી તે સ્પષ્ટ થઈ જાય છે કે ટ્રમ્પ ઉપર અનેકાનેક ફોજદારી કેસો થયા હોવા છતાં મોટા ભાગના અમેરિકન્સ હજી પણ આ ૭૭ વર્ષીય નેતાને પસંદ કરે છે. રાષ્ટ્રીય સ્તરે રોયટર્સ/ઈપ્સોસે લીધેલા ઓપિનિયન પોલ્સમાં સોમવારે આ પ્રકારના તારણ મળ્યાં હતાં. તા. ૫ ડીસેમ્બર અને ૧૧ ડીસેમ્બર વચ્ચે ઉક્ત સંસ્થાઓએ ૧,૬૮૯ રીપબ્લિકન મતદારોના મંતવ્ય મત લીધા હતા. તેમાં એ પ્રકારનાં તારણો મળી આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મતદાર યાદીમાં નામ નોંધાવતી વખતે જ મતદાર ક્યા પક્ષ તરફી છે તે દર્શાવવું ફરજિયાત છે. તેણે એક કે બીજા પક્ષના મતદાર છે તેમ જણાવવું જ પડે છે. જો 'ઈન્ડીમેડન્ટ' હો તો તે પ્રમાણે દર્શાવવું પડે છે, અને તે પ્રમાણે મતદાર કાર્ડ બને છે. તે પ્રમાણે ઉક્ત સંસ્થાઓએ પ્રમુખપદ માટે તમો કોને પસંદ કરો છો તેવા મુખ્ય પ્રશ્નનો જવાબ આપતાં ૫૨ ટકા મતદાતાઓએ ટ્રમ્પ તરફે પોતાનો મત દર્શાવ્યો હતો. જ્યારે ૪૮ ટકા બાયડેન તરફી રહ્યા હતા.
નિરીક્ષકો કહે છે કે ૨૦૨૪નું વર્ષ વિશ્વ માટે મહત્વનું બની રહેશે. ભારતમાં મોદી નિશ્ચિત છે. રશિયામાં પુતિન નિશ્ચિત છે. તેઓ જો અન્ય લોખંડી નેતા ટ્રમ્પ વિજયી થશે તો ૨૪નું વર્ષ વિશ્વ માટે નિર્ણાયક બની રહેશે તે નિશ્ચિત છે.