Get The App

અમેરિકામાં લોકો કાન પર પાટો બાંધીને ચૂંટણી રેલીમાં આવ્યા, ટ્રમ્પ માટે સહાનુભૂતિ દર્શાવી

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
Trump


Showing Sympathy For Trump : અમેરિકામાં પ્રમુખ પદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર શનિવારના દિવસે એક જીવલેણ હુમલો થયો હતો. પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં સમયે એક 20 વર્ષના યુવકે ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં ટ્રમ્પને કાનના ભાગે ગોળી વાગતા ઈજા પહોંચી હતી. બીજી તરફ, ટ્રમ્પે કાને પાટો બાંધેલી હાલતમાં અન્ય એક કાર્યક્રમને સંબોધિત કરતાં સમયે તેમના સમર્થકોએ પણ પોતાના કાનના ભાગે ટ્રમ્પની માફક પાટો બાંધી નારેબાજી કરી હતી. ટ્રમ્પના સમર્થકો આ રીતે તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. 

ટ્રમ્પના સમર્થનમાં લોકોએ કાને પાટો બાંધ્યો

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલા પછી અમેરિકાની જનતા ટ્રમ્પના સપોર્ટમાં ઉતરી હોવાનો એક વીડિયોમાં સામે આવ્યો છે. ટ્રમ્પના સમર્થનમાં આવેલી જનતાએ પણ પોતાના કાનના ભાગે પાટો બાંધ્યોવી હતો. વાયરલ વીડિયો પ્રમાણે, ટ્રમ્પ પર કરવામાં આવેલી ફાયરિંગમાં કાન પર ઈજા થતાં પાટો બાંધીને એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. ત્યારે ટ્રમ્પના સમર્થનમાં આવેલા ભીડના લોકોએ પણ પોતાના કાનના ભાગે ટ્રમ્પની માફક પાટો બાંધતા નવો ટ્રેન્ડ બન્યો હતો.

સમર્થકોએ 'ફાઈટ-ફાઈટ'ના નારા લગાવ્યાં

હુમલા પછી અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે. તેવામાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અન્ય એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાન પર પાટો બાંધેલી હાલતમાં ટ્રમ્પે કાર્યક્રમને સંબોધિત કરતાં તેમના સમર્થકો દ્વારા 'USA-USA' અને 'ફાઈટ-ફાઈટ'ના નારા લગાવ્યાં હતા.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

ટ્રમ્પના હુમલા પછીના એક કાર્યક્રમમાં આપેલી હાજરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પ્રમાણે, ટ્રમ્પના સમર્થનો દ્વારા તેમની વાહવાહી કરવામાં આવી રહી છે. ટ્રમ્પનો આ પ્રકારે કરવામાં આવેલો સપોર્ટ યૂએસમાં નવો ટ્રેન્ડ તરીકે ઉભારી આવ્યો છે.



Google NewsGoogle News