Get The App

અફઘાનિસ્તાનમાં દેશની 1/3 જનતા માત્ર ચા-રોટી પર જ દિવસો ગુજારી રહી છે

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
અફઘાનિસ્તાનમાં દેશની 1/3 જનતા માત્ર ચા-રોટી પર જ દિવસો ગુજારી રહી છે 1 - image


- 15 ઓગસ્ટ ''તાલિબાન શાસન''ના 3 વર્ષ પૂરા થશે

- ત્યાં અનેક પ્રતિબંધો છે : જેમાં બાળાઓના શિક્ષણ પર પ્રતિબંધ, બ્યુટી-પાર્લર પર પ્રતિબંધ અને સંગીત પરનો પ્રતિબંધ સમાવિષ્ટ છે

કાબુલ : એક તરફ વિશ્વનો સૌથી વિશાળ વસ્તી ધરાવતો ધર્મનિરપેક્ષ દેશ ભારત તેનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવતો હશે ત્યારે તે જ દિવસે ૧૫ ઓગસ્ટે અફઘાનિસ્તાન ઉપર તાલિબાનના કટ્ટરપંથી શાસનને ૩ વર્ષ પુરા થશે. તાલિબાન શાસનની સ્થાપના સાથે અફઘાનિસ્તાનમાં એક ''નવા'' યુગનો પ્રારંભ થયો. તાલિબાન સરકાર આવી. ધર્મ નિરપેક્ષના તો એક તરફ રહી વડાની કટ્ટરપંથી તાલિબાન સરકાર માટે તેણે દેશમાં જાતજાતના પ્રતિબંધો લગાડવા ચાલુ કરી દીધા. જેમાં બાલિકાઓના શિક્ષણ પરનો પ્રતિબંધ, બ્યુટી પાર્લર પરનો પ્રતિબંધ અને સંગીત પરનો પ્રતિબંધ મુખ્ય છે. આ ઉપરાંત પણ કઠોર કાનુન લાગુ પાડવામાં આવ્યા છે.

અફઘાન સરકાર (તાલિબાન સરકાર)ના કાનુનો એટલા કઠોર છે કે ત્યાં દેશના ઉદ્યોગો પણ વિકાસ થાય તેમ નથી ત્યાં વિદેશી મૂડી રોકાણ કે નવા ઉદ્યોગો સ્થપાવાની વાત તો સ્વપ્ન બની રહી છે. પરિણામે બેકારી સતત વધતી જાય છે જેનું દ્રઢ પરિણામ તે આવ્યુ કે દેશની ઓછામાં ઓછી ત્રીજા ભાગની વસ્તી તો અત્યારે રોજ ચા અને રોટી ઉપર જ દિવસો ગુજારે છે.

દેશની ૪ કરોડની વસ્તીમાંથી સવા કરોડ તો ચા-રોટી ઉપર જ જીવે છે. વિશ્વબેન્કે તો આગામી ૩ વર્ષમાં તેનો વિકાસ દર ઘટીને શુન્ય થવાની ચેતવણી આપી દીધી છે.

અફઘાનિસ્તાનમાં જાહેર દેખાવો યોજી શકાતા નથી. સંગીતને ઈસ્લામ વિરોધી ગણવામાં આવે છે. તેથી સંગીત સાથે સંલગ્ન હજ્જારો લોકો નિ:સહાય બની ગયા છે. જાણીતા સંગીતકાર વાહીદ નેકઝાઈ લોગારી કહે છે કે ગત સરકાર સમયે હું મારા કુટુંબનું ભરણપોષણ સારી રીતે કરી શકતો હતો. પરંતુ અત્યારે પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે. મહિને માત્ર ૫૦૦૦ અફઘાની (૭૦ ડોલર = આશરે ૭૦૦૦ ભારતીય રૂપિયામાં સાત જણના કુટુંબનું ભરણપોષણ કેમ કરવું તે પ્રશ્ન છે.

આ સંગીતકાર છે કે અત્યારે એક યા બીજું કામ કરી હું આટલું કમાઈ શકું છું પરંતુ તે આવક પહેલા યોજાતા સંગીત સમારોહમાંથી મળતી આવકના પાંચમા ભાગ જેટલી જ છે.

છેલ્લા ૩ વર્ષથી અહીં બ્યુટી પાર્લસ બંધ છે. કોઈ કોઈ બ્યુટીપાર્લર ખાનગીમાં ચાલે છે પરંતુ ત્યાં માંડ રોજ પાંચેક ગ્રાહક આવે છે તે પણ ખાનગીમાં.

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને પાકિસ્તાન અને ચીન સિપાઈ કોઈ દેશે માન્યતા આપી નથી. વર્લ્ડ બેન્ક કે આઈએમએફ તેની આર્થિક સ્થિતિ જોઈ તેને લોન આપે તેમ જ નથી. વિશ્વની વક્રતા તે છે કે અફઘાનિસ્તાનમાંથી ધાડાંઓએ મધ્યયુગમાં ભારતને લુંટવામાં કૈં બાકી નથી રાખ્યું. તે જ અફઘાનિસ્તાનને અત્યારે ભારતમાંથી સહાયરૂપે (નિ:શુલ્ક) મોકલાતા અનાજ ઉપર જીવવું પડે છે. ત્યાં ખેતીની પણ ખાનાખરાબી થઈ છે. તેમાં જેટલું અન્ન થાય છે તે પુરું થઈ શકે તેમ જ નથી. તાલિબાન સરકારની અત્યારે મુખ્ય આવક અફીણના વાવેતરથી મળતા અફીણ ઉપર છે. જે વિદેશોમાં ચોરી છૂપીથી વેચી કમાઈ લે છે.


Google NewsGoogle News