ઘણી મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ રહી છે, રશિયાએ ન્યુક્લિયર ડ્રીલ શરૂ કરી દીધી છે
- રશિયા, યુ.એસ. પાસે વિશ્વના 88 % ન્યુક્સ છે
- અમેરિકાના પ્રમુખની ચુંટણી આડે છ દિવસ જ રહ્યા છે, ત્યારે પ્રમુખ પુતિને ન્યુક્લિયર ડ્રીલ શરૂ કરવા હુકમ કર્યો છે
મોસ્કો : અમેરિકાના પ્રમુખ પદની ચુંટણી આડે છ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ૫૫૮૦ પરમાણુ શાસ્ત્રો ધરાવતા પ્રમુખ વ્લાડીમીર પુતિને તેઓની સેનાઓને ''ન્યુક્લિયર ડ્રીલ'' શરૂ કરવા આદેશ આપતા ઘણી મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. તેમ ઘણા નિરીક્ષકો માને છે. તો બીજી તરફે કેટલાક જાણકારો તેમ પણ કહે છે કે યુક્રેન યુદ્ધ અત્યારે ઘણી ગંભીર સ્થિતિમાં પહોંચી ગયું હોઈ મુશ્કેલીમાં મુકાયેલા રશિયાએ આ ન્યુક્લિયર ડ્રીલ શરૂ કરી હશે.
આથી પણ મહત્વની વાત છે કે અમેરિકાના પ્રમુખ પદની ચુંટણી આડે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પુતિને આદેશ સહજ રીતે લઈ શકાય છે. ઉલ્લેખનીય તો તે છે કે માત્ર બે સપ્તાહના જ ગાળામાં પુતિને આ ''ડ્રીલ'' શરૂ કરવા બીજી વખત આદેશ આપ્યો છે.
રશિયાની આ 'હરકત'નો શો ''જવાબ'' આપવો તે અંગે ''નાટો'' હજી અસમંજસમાં છે.
આ તંગદિલીમાં મુળમાં જોઈએ તો યુક્રેનને આપેલા લાંબા અંતરના મિસાઈલ્સ રશિયામાં ઉંડે સુધી પ્રહાર કરવા માટે પરવાનગી આપવા અમેરિકા વિચારી રહ્યું છે, તે છે. આ સામે રશિયાએ ''પશ્ચિમ''ને ખુલ્લી ચેતવણી આપી છે કે જો યુક્રેન પશ્ચિમના પીઠબળથી આવી ''હરકત'' કરશે તો રશિયા તેની ''માતૃભૂમિ''ના રક્ષણ માટે પરમાણુશસ્ત્ર વાપરવા અંગે પણ વિચારશે.
કેમ્બીને જણાવ્યું છે કે તેણે તેના ''પરમાણુશસ્ત્ર સિદ્ધાંત''માં ફેરફાર કર્યો છે; પ્રમુખ પુતિને ગયા મહિને તે સ્વીકાર્યો પણ છે. તે પ્રમાણે ''પશ્ચિમ''ને ચેતવણી આપવા માટે પણ રશિયા પરમાણુ શસ્ત્ર રહિત દેશ માટે (યુક્રેન સામે) પરમાણુ શસ્ત્ર વાપરતા અચકાશે નહીં.
આજે ન્યુક્લિયર ડ્રીલ શરૂ કરાવતા પ્રમુખ પુતિને કહ્યું હતું કે ''આ દ્વારા અમે સેનાના અધિકારીઓને પરમાણુ શસ્ત્રો સાથેના બેલાસ્ટિક અને ક્રૂઝ મિસાઈલ્સ કઈ રીતે વાપરવાં તેની તાલીમ ''સઘન'' કરવા માંગીએ છીએ.''
બીજી તરફ રશિયાની આ ''હરકતો''ની ઉગ્ર ટીકા કરવા સાથે ઉ.કોરિયાએ પણ તૈયાર કરેલા આઈસીસીએમ તથા તેણે યુક્રેન યુદ્ધમાં જોડાવા મોકલેલા ૧૦૦૦૦ સૈનિકોની ટીકા કરી હતી. સાથે આઈસીપીએસ તથા એ.બોમ્બ બનાવવા માટે રશિયાએ મોકલેલા વિદ્યાર્થીઓ અને ટેકનીશ્યનો અંગે પણ ઉગ્ર ટીકા કરી હતી. યાદ રહે કે રશિયા અને અમેરિકા બંનેપ્રચંડ પરમાણુ સત્તાઓ છે. રશિયા પાસે જાન્યુ.'૨૪ ના સમયે નોંધાયેલા ૫૫૮૦ પરમાણુ શસ્ત્રો છે. જ્યારે અમેરિકા પાસે ૫૦૪૪ પરમાણુ શસ્ત્રો છે. બંને પાસે મળીને દુનિયામાં કુલ પરમાણુ શસ્ત્રોનો ૮૮ % જથ્થો છે. તેમ સ્વીડનની એક પ્રમાણભુત સંસ્થાએ જણાવ્યું છે.