Get The App

મોટો બદલાવ, યુએનની મહાસભામાં પેલેસ્ટાઇનના પ્રતિનિધિને સદસ્ય દેશોની બાજુમાં સ્થાન મળ્યું

પહેલા પેલેસ્ટાઇનના પ્રતિનિધિ સભાની પાછળના ભાગમાં બેસતા હતા

શ્રીલંકા અને સુદાનના યુએન પ્રતિનિધિઓની બાજુમાં જ સ્થાન મળ્યું

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
મોટો બદલાવ, યુએનની મહાસભામાં  પેલેસ્ટાઇનના પ્રતિનિધિને સદસ્ય દેશોની બાજુમાં સ્થાન મળ્યું 1 - image


વોશિંગ્ટન,૧૧ સપ્ટેમ્બર,૨૦૨૪,મંગળવાર 

પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે સદીઓથી સંઘર્ષ ચાલે છે. પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની માંગણીઓ થતી રહી છે પરંતુ ટુ સ્ટેટ ફોર્મ્યુલાને ઇઝરાયેલ સ્વિકારતું નથી. પેલેસ્ટાઇનને સંયુકત રાષ્ટ્ દ્વારા દેશ તરીકે માન્યતા આપવામાં આવી નથી પરંતુ યુ એનની મહાસભામાં તેના પ્રતિનિધિને પ્રથમવાર સદસ્ય દેશોની બાજુમાં સીટ મળી હતી. આ ઘટના મંગળવારે મહાસભાના ૭૯માં સત્રની શરુઆતમાં બની હતી.

પહેલા પેલેસ્ટાઇનના પ્રતિનિધિ સભાના પાછળના ભાગમાં બેસતા હતા. પાછળ બેસીને પોતાનો પક્ષ રજૂ કરીને સભાનું ધ્યાન ખેંચતા હતા પરંતુ હવે સ્થાન બદલાઇ ગયું છે. સંયુકત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનના પ્રતિનિધિ રિયાદ મંસૂર પેલેસ્ટાઇનન રાજયના નામથી નિર્દેશિત મેજ પર બેઠા હતા તેમની બાજુમાં શ્રીલંકા અને સુદાનના પ્રતિનિધિ હતા. મંસૂરે અન્ય દેશોના રાજદૂતો સાથે પણ હાથ મિલાવ્યા હતા. યુએનના સદસ્ય દેશોની સાથે બેસવું એ પેલેસ્ટાઇનના પ્રતિનિધિ માટે અનોખી બાબત હતી.

મહાસભાએ મે મહિનામાં પેલેસ્ટાઇનને પૂર્ણ સદસ્યતાનું સમર્થન કરતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોઇ પણ દેશે પૂર્ણ સદસ્યતા માટે સુરક્ષા પરિષદની મંજૂરી મેળવવી જરુરી છે. મહાસભા દ્વારા પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો તેના એક મહિના પહેલા જ અમેરિકાએ વીટો વાપરી દીધો હતો. અમેરિકાના વીટોના કારણે જે પેલેસ્ટાઇનને પૂર્ણ પ્રતિનિધિનો દરજજો મળતો નથી. પેલેસ્ટાઇનનો પ્રતિનિધિ યુએનમાં હાજર તો રહી શકે છે પરંતુ મતદાનમાં ભાગ લઇ શકતા નથી. 


Google NewsGoogle News