Get The App

ઓસ્ટ્રેલિયાના સેનેટર બનીને ભારતીય મૂળના વરુણ ઘોષે સર્જ્યો ઈતિહાસ, ભગવદ્ ગીતા પર હાથ મૂકી શપથ લીધા

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
ઓસ્ટ્રેલિયાના સેનેટર બનીને ભારતીય મૂળના વરુણ ઘોષે સર્જ્યો ઈતિહાસ, ભગવદ્ ગીતા પર હાથ મૂકી શપથ લીધા 1 - image


કેનબેરા,તા.7.ફેબ્રુઆરી,2024

ભારતીય મૂળના બેરિસ્ટર અરુણ ઘોષે ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેનેટર બનીને ઈતિહાસ સર્જયો છે.તેમણે ભગવદ ગીતા પર હાથ મુકીને શપથ લીધા હતા.

વરુણ ઘોષનો જન્મ ભારતમાં થયો હતો અને તેઓ ઓસ્ટ્રેલિયાની સંસદના પહેલા એવા સભ્ય છે જેમણે ભારતમાં જન્મ્યા બાદ ઓસ્ટ્રેલિયાની સંસદમાં સ્થાન મેળવ્યુ હોય.વરુણ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના રહેવાસી છે.તેમને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝે અભિનંદ આપીને કહ્યુ હતુ કે, નવા સેનેટર વરુણ ઘોષનુ સ્વાગત છે.તમે અમારી ટીમમાં છો એ વાત શાનદાર છે.

સેનેટર ઘોષે પણ કહ્યુ હતુ કે, મારુ સૌભાગ્ય છે કે, હું ઓસ્ટ્રેલિયાની સેનેટમાં સ્થાન પામ્યો છું.મને સારુ શિક્ષણ મળ્યુ હતુ અને મને વિશ્વાસ છે કે, દરેક વ્યક્તિને આ જ પ્રકારે સારુ શિક્ષણ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસોમાં હું સફળ થઈશ.

વરુણ 17 વર્ષના હતા ત્યારે માતા પિતા સાથે ભારતથી ઓસ્ટ્રેલિયા ગયા હતા.તેમણે આગળનો અભ્યાસ ઓસ્ટ્રેલિયાની સ્કૂલમાં કર્યો હતો.તેઓ પર્થમાં રહે છે અને વ્યવસાયે વકીલ છે.તેમણે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાંથી આર્ટ તેમજ કાયદાની ડિગ્રી મેળવી છે.

આ પહેલા તેઓ ન્યૂયોર્કમાં પણ વકીલ તરીકે કામ કરી ચુકયા છે. જ્યારે વોશિંગ્ટનમાં તેમણે વર્લ્ડ બેન્કના સલાહકાર તરીકે પણ ફરજ બજાવેલી છે.વરુણે ઓસ્ટ્રેલિયાની લેબર પાર્ટીમાં સભ્ય તરીકે જોડાઈને પોતાના રાજકીય જીવનની શરુઆત કરી હતી.


Google NewsGoogle News