2025માં યુરોપમાં મહાયુદ્ધ ફાટી નીકળશે તે સાથે પૃથ્વી પર માનવજાતના વિનાશનો પ્રારંભ થઈ જશે
- બગ્લેરિયાનાં અંધ દાર્શનિક બાબા વેંગાની ભવિષ્યવાણી
- 2076માં સામ્યવાદ વિશ્વમાં ફેલાઈ જશે : 2130માં એલિયન્સનો સંપર્ક થશે, મંગળગ્રહ સાથે યુદ્ધ થશે, 2170માં ભયંકર દુષ્કાળ, 5079માં વિશ્વમાં વિનાશ થઈ જશે
સોફિયા : ૧૯૧૧માં અહીં જન્મેલાં બાબા વેંગાએ માત્ર ૧૨ વર્ષની વયે જ આંખો ગુમાવી દીધી હતી. પરંતુ તે પછી ચમત્કાર તે થયો કે તેઓને વિશ્વનું ભવિષ્ય ફિલ્મની જેમ નજરો નજર દેખાવા લાગ્યું. તેઓને બાલ્કનનાં નોસ્ટ્રેડેમસ પણ કહેવામાં આવતાં હતાં. તેઓએ વિશ્વને ચેતવણી આપતાં કહ્યું હતું કે ૨૦૨૫માં યુરોપમાં મહાયુદ્ધ ફાટી નીકળશે જેમાં અસંખ્ય લોકો માર્યા જશે. યુરોપની વસ્તી ઘટી જશે. ૨૦૨૮માં માનવ એનર્જી સોર્સ શોધવા શુક્રના ગ્રહમાં ઉત્ખનન કરશે. ૨૦૩૩માં ધુ્રવ પ્રદેશનો બરફ પીગળતો જશે.
આ જન્મ અપરિણિત રહેલાં બાબા વેંગા રોજ સવારે નાહીં ધોઈ ધ્યાનમાં બેસી જતાં હતાં. તેઓને ચમત્કારિક રીતે ભવિષ્ય ચલચિત્રની પટ્ટીની જેમ દેખાતું હતું. તેઓની પ્રિન્સેસ ડાયેના અને ૯/૧૧ના ટ્વિન-ટાવર્સ હુમલાની પણ ભવિષ્યવાણીઓ સાચી પડી હતી. તેઓએ કહ્યું છે કે ૨૦૩૩માં ધુ્રવ પ્રદેશોનો બરફ ઓગળવાથી સમુદ્રનું સ્તર વધી જશે. ૨૦૭૬માં સામ્યવાદ સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે. ૨૧૩૦માં માનવી એલિયન્સ સાથે સંપર્ક સાધી શકશે. પરંતુ ૨૧૭૦માં પૃથ્વીના વિશાળ વિસ્તારો દુષ્કાળગ્રસ્ત બની રહેશે. ૩૦૦૫માં મંગળવાસીઓ સાથે યુદ્ધ થશે. ૩૧૯૭માં પૃથ્વી વસવા લાયક નહીં રહે. માનવી તે છોડવા મજબૂર થશે. (પછી ક્યાં જશે તે નથી કહ્યું) છેલ્લે ૫૦૭૯માં દુનિયા ખત્મ થઈ જશે.
તેઓની એક ભવિષ્ય વાણી ગળે ઉતરે તેવી નથી કે ૨૦૨૫માં મહાયુદ્ધ શરૃ થયાં પછી કેટલાંક સમયે પૃથ્વીવાસીઓ અને મંગળવાસીઓ વચ્ચે યુદ્ધ થઈ જશે. જોકે વર્તમાન પરિસ્થિતિ જોતાં ૨૦૨૫માં યુરોપમાં મહાયુદ્ધ અને તેને પરિણામે વ્યાપક વૈશ્વિક યુદ્ધ થવાની ભીતિ રહેલી જ છે. આ સાથે દુનિયાનો નાશ થવાનો પ્રારંભ થઈ જશે. તેવી તેઓની ભવિષ્ય વાણી ભયાવહ તો જરૃર છે.
જોકે તેઓએ દ્વિતીય વિશ્વ યુદ્ધનાં પ્રારંભ અને અંત અંગે કરેલી ભવિષ્યવાણી તદ્દન સચોટ સાબિત થઈ છે.
નોસ્ટ્રેડેમસે પણ તેઓની સેન્ચ્યુરીઝમાં દ્વિતીય વિશ્વ યુદ્ધ અંગે પણ આગાહી કરી હતી તેઓએ તો છેક ૧૫૪૦-૪૪ વચ્ચે આ આગાહી કરી હતી તેમાં જર્મનીનો સરમુખત્યાર હીસ્ટર દુનિયાને ગંભીર ખતરામાં નાખી દેશે તેમ કહ્યું હતું. તેઓની ભવિષ્યવાણી સચોટ સાબિત થઈ માત્ર હીટલરને બદલે તેઓએ હીસ્ટર તેવું નામ આપ્યું હતું તેટલો જ ફેર પડયો હતો.