Get The App

જયારે ૧૯૪૮માં આરબ દેશો સાથેના પ્રથમ યુધ્ધમાં ઇઝરાયેલે ઉતારી હતી 20 હજાર મહિલા સૈનિકો

યુવકોએ ૪ વર્ષ અને યુવતીઓ માટે ૩ વર્ષ મિલિટરી સર્વિસ ફરજિયાત

ઇઝરાયેલમાં ૧૫ લાખ મહિલા સૈનિકો માતૃભૂમિનું રક્ષણ કરે છે,

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
જયારે ૧૯૪૮માં આરબ દેશો સાથેના પ્રથમ યુધ્ધમાં  ઇઝરાયેલે  ઉતારી હતી  20 હજાર મહિલા સૈનિકો 1 - image


જેરુસલામ,5 ઓકટોબર,2024,શનિવાર 

અરબ દેશો સાથે યુદ્વો અને દુશ્મનાવટનો ઇતિહાસ ધરાવતા ઇઝરાયેલ દેશની આર્મીમાં ૫૦ મહિલાઓ છે જે દુનિયાના કોઇ પણ દેશના લશ્કરમાં સૌથી વધુ છે. ૧૯૪૮માં આરબ ઇઝરાયેલ વચ્ચે થયેલા વૉરમાં પ્રથમ વાર ઇઝરાયલે ૨૦ હજાર મહિલા સૈનિકોને મેદાનમાં ઉતારી હતી. એ સમયે ઇઝરાયેલી મહિલાઓ હિંમતપૂર્વક લડી તેની દુનિયાએ નોંધ લીધી હતી.

આજે કુલ ૩૧ લાખની આર્મીમાં ૧૬ લાખ પુરુષો અને ૧૫.૧૪ લાખ મહિલાઓ છે. આ દેશમાં હાયર સેકન્ડરીનો સ્ટડી પુરો થયા પછી યુવકોએ ૪ વર્ષ અને યુવતીએ ૩ વર્ષ ફરજિયાત મિલિટરી સર્વિસ જોઇન કરવી પડે છે. મહિલાઓ માટે લશ્કરી તાલીમ પુરુષો જેટલી જ હાર્ડ હોય છે.ઘાતક શસ્ત્રોથી લેસ મહિલા સૈનિકો કોઇ પણ પ્રકારના ટેરરિસ્ટ હુમલાને એકલા હાથે પહોંચી વડે તેવી સક્ષમ બનાવવામાં આવી છે. ઇઝરાયલના પગલે આરબ સહિત દુનિયામાં અનેક દેશોએ આર્મીમાં મહિલાઓની ભર્તી કરી છે.

જયારે ૧૯૪૮માં આરબ દેશો સાથેના પ્રથમ યુધ્ધમાં  ઇઝરાયેલે  ઉતારી હતી  20 હજાર મહિલા સૈનિકો 2 - image

ઇઝરાયેલમાં દરેકના ઘરે સ્વ રક્ષણ માટે ઘાતક હથિયારો હોય છે એટલું જ નહી જરુર પડે મહિલાઓ પણ શસ્ત્ર લટકાવીને બહાર નિકળી શકે છે. એક સમયે મહિલાઓની માત્ર ભૂમિદળમાં જ સેવાઓ લેવામાં આવતી હતી.આજે મહિલાઓ એરફોર્સ સહિત લશ્કરના અનેક વિભાગોમાં મહત્વના પદ પર સેવા આપે છે.

આ માટે એરોનોટિકલ એન્જિનિયરિંગની સ્ટુડન્ટ એલિસ મિલર જેવી અનેક મહિલાએ સંઘર્ષ પણ કર્યો હતો. ઇઝરાયેલની વાયુસેના દુનિયાની ચોથા નંબરની શકિતશાળી સેના છે. ઇઝરાયેલ આખો દેશ એન્ટીબેલાસ્ટિક મિસાઇલથી સજજ છે. ઇઝરાયેલ વિશ્વમાં પોતાના જીડીપીનો સૌથી વધુ ખર્ચ ડિફેન્સ માટે કરે છે. ઇઝરાયલનો દરેક નાગરીક પણ હથિયાર ચલાવવાનું જાણે છે.

જયારે ૧૯૪૮માં આરબ દેશો સાથેના પ્રથમ યુધ્ધમાં  ઇઝરાયેલે  ઉતારી હતી  20 હજાર મહિલા સૈનિકો 3 - image


Google NewsGoogle News