૧૯૦૧માં સેમ્યૂઅલ કોડીએ પતંગ વડે બોટ ચલાવી ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી
૯૦૧માં શોધાયેલી આ પતંગ "કોડી વોર કાઇટ"ના નામથી જાણીતી બની હતી
કોડીની આ વિશિષ્ટ પતંગને બ્રિટનના હવામાન વિભાગે પણ માન્ય રાખી હતી
લંડન, 14 જાન્યુઆરી,2025,મંગળવાર
પતંગ આજે ભલે મનોરંજનનું સાધન બની હોય પરંતુ ઇસ ૧૯૦૧માં બ્રિટનના સેમ્યુઅલ કોડીએ પતંગની મદદથી બોટ વડે અઘરી મનાતી ઇગ્લીશ ચેનલ પણ પાર કરી હતી. ઇસ ૧૮૬૭માં ડેવનપોર્ટ લોવામાં જ્ન્મેલા સેમ્યૂઅલને એક ચાઇનિઝ કુકે પતંગના નિયમો સમજાવીને પતંગ ચગાવતા શિખવ્યું હતું. કોડી સેમ્યુઅલને ઉડતી પતંગને બળ કરતી જોઇને તેની આ શકિતનો ઉપયોગ કશુંક લિફટ કરવા માટે કરવાનો વિચાર આવ્યો હતો.તેને કેટલાક મિત્રો અને પતંગ રસિયાઓની મદદથી આને લગતા પતંગ પ્રયોગો અને શો શરુ કર્યા હતા.
૧૯૦૧માં પતંગની લિફટિંગ ક્ષમતામાં અનેક પ્રકારના સુધારા વધારા કરી સિંગલ દોરી વડે એક કરતા વધુ પતંગો ઉડાડી શકાય એવી ટેકનિક શોધી હતી.પોતાની આ શોધની ૧૯૦૧માં પેટન્ટ પણ કરાવી હતી. ત્યાર બાદ આ પતંગ "કોડી વોર કાઇટ"ના નામથી જાણીતી બની હતી. કોડીની આ વિશિષ્ટ પતંગને બ્રિટનના હવામાન વિભાગે પણ માન્ય રાખી તો અને રોયલ મિટિરિઓલોજી સોસાયટીએ પણ બિરદાવી હતી. કોડીએ પતંગની આ ડિઝાઇનને બ્રિટનની વોર ઓફિસને ઓફર કરી હતી. આ વોર કાઇટનો થોડો ઉપયોગ બીજા બોઅર યુદ્ધ દરમિયાન પણ થયો હોવાનું માનવામાં આવે છે.
ડબલ લાઇનિંગ કેનવાસવાળી બેરથન બોટમાં પતંગનો ઉપયોગ કર્યો હતો
પતંગની લિફટિંગ ક્ષમતા ચકાસવા માટે કોડીએ લંડનમાં ૨૦૦૦ ફૂટની ઉંચાઇએ એક કરતા અનેક વાર પતંગ પ્રયોગો કર્યા હતા. ૧૯૦૩માં એલેકઝાન્ડર પેલેસ ખાતે કોડીની પતંગનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. તેણે એ સમયની ડબલ લાઇનિંગ કેનવાસવાળી બેરથન બોટમાં પતંગનો ઉપયોગ કરીને ઇગ્લીશ ચેનલ પણ પાર કરી હતી.
એ સમયે હવામાન જાણવા તથા મિલિટરી ઓબર્ઝવેશન માટે સાવ સાદી રચના ધરાવતા બલૂનનો પ્રાથમિક ધોરણે ઉપયોગ પ્રચલિત હતો. આ બલૂન જે સહેજ પવન વધી જાય તો પણ સાવ નકામા બની જતા હતા.એટલું જ નહી તે ૧૬ ઓકટોબર ૧૯૦૮ના રોજ બ્રિટનમાં એરોપ્લેન ઉડાડનાર પ્રથમ વ્યકિત પણ હતો. સેમ્યુઅલના એર સાયન્સને લગતા પ્રયોગોને કારણે જ બલૂન તથા હેલિકોપ્ટરને લગતી શોધ વધુ સરળ બની હતી.