પાકિસ્તાન- ત્રિશંકુના એંધાણ વચ્ચે ઇમરાનખાનનો ૧૭૦ બેઠકો પર જીતનો દાવો

પીટીઆઇ સમર્થિત અપક્ષ ઉમેદવારોએ ૧૦૦ થી વધુ બેઠકો જીતી છે

મંથરગતિએ ચાલી રહેલી મત ગણતરી વચ્ચે નવા જૂનીની આશંકા

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન- ત્રિશંકુના એંધાણ વચ્ચે ઇમરાનખાનનો ૧૭૦ બેઠકો પર જીતનો દાવો 1 - image


ઇસ્લામાબાદ,૧૦ ફેબુ્આરી,૨૦૨૪,શનિવાર 

પાકિસ્તાનમાં યોજાયેલા જનરલ ઇલેકશન પછીની મત ગણતરી મંથર ગતિએ ચાલી રહી છે. નેશનલ એસેમ્બલીની ૨૬૫ બેઠકોમાંથી ઇમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક ઇન્સાફ (પીટીઆઇ)એ ૧૭૦ બેઠકો પર જીત મેળવી હોવાનો દાવો કર્યો છે. જેમાંથી ૯૪ બેઠકો એવી છે જેનો ચુંટણી પંચ પણ સ્વીકાર કરી રહયું છે. એટલું જ નહી પાકિસ્તાનની મજલિસ વહદત એ મુલ્લિમીન (એમડબ્લ્યુએમ) સાથે ગઠબંધન માટે તૈયાર હોવાનો  અણસાર આપ્યો હતો. ઇમરાનખાનની પાર્ટીનો જો આ દાવો સાચો હોયતો સત્તાધારી મુસ્લિમ લીગ (નવાઝ) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) માટે ઝાટકા સમાન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પીટીઆઇ સમર્થિત અપક્ષ ઉમેદવારોએ ૧૦૦ થી વધુ બેઠકો જીતી છે અથવા તો આગળ ચાલી રહયા છે. મત ગણતરી પછી ચુંટણીના પરિણામો અચાનક જ થંભી જતા પીટીઆઇ નેતા બેરિસ્ટર ગૌહરખાન દ્વારા ગણતરીમાં ગરબડીનો આરોપ લગાવ્યો હતો.પીટીઆઇ દ્વારા જીતવામાં આવેલી બેઠકોને હારમાં ફેરવી નાખવામાં આવી હોવાની શંકા વ્યકત કરી છે.

પાકિસ્તાન- ત્રિશંકુના એંધાણ વચ્ચે ઇમરાનખાનનો ૧૭૦ બેઠકો પર જીતનો દાવો 2 - image

પાકિસ્તાનના પ્રસિધ્ધ અખબાર ડૉનમાં પ્રકાશિત માહિતી અનુસાર પીટીઆઇની પાર્ટી કાર્યકર્તાઓ રિટર્નિગ ઓફિસર્સ (આરઓ)ના કાર્યાલયોની બહાર પ્રદર્શન કરવાનું આહવાન કર્યુ છે. ગૌહરખાનનો હવાલો આપીને જણાવાયું છે કે ઇસ્લામાબાદની ત્રણ,સિંધની ચાર અને બાકીની પંજાબની મળીને કુલ ૨૨ બેઠકોના પરિણામોમાં ફોર્મ -૪૫ અનુસાર પીટીઆઇએ જીતી હતી પરંતુ તેના પરિણામો ઉલટાવી નાખવામાં આવ્યા છે.

ઇમરાનખાન પર ગુનો આચરવા બદલ ચુંટણી લડવા માટે ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. પીટીઆઇનું ચુંટણી પ્રતિક પણ ઇસીપી દ્વારા લઇ લેવામાં આવ્યું હતુ. આવા સંજોગોમાં પીટીઆઇ નેતાઓ અને સમર્થકોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઝંપલાવ્યું હતું. 

 


Google NewsGoogle News