ઓકસફોર્ડ યુનિના ચાન્સેલરની રેસમાં ઇમરાનને પણ ઝંપલાવેલું, છેવટે આવી રીતે નામ કમી થયું
ઓકસફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પદની હરિફાઇમાં કુલ 38 ઉમેદવારો
ભારતીય મૂળના કુલ 3 લોકોએ ચાન્સેલરની રેસમાં ઝંપલાવ્યું છે
લંડન,17 ઓકટોબર,2024,ગુરુવાર
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરિકે ઇન્સાફ (પીટીઆઇ)ના નેતા ઇમરાનખાન જેલમાં બંધ છે પરંતુ નવાઇની વાત તો એ છે કે ઇમરાનખાને બ્રિટનની ઓકસફોર્ડ યુનિવર્સિટીના ચાન્સલેર બનવાની રેસમાં ઝંપલાવ્યું હતું જેમાંથી તેમનું નામ હવે નિકળી ગયું છે. ઓકસફોર્ડની ચુંટણી લડવા માટે યોગ્ય ઉમેદવારોનું નામ બહાર પાડવામાં આવ્યું જેમાં ઇમરાનખાનનું નામ ગાયબ છે.
પીટીઆઇના નેતા ઝુલ્ફિકાર બુખારીના જણાવ્યા અનુસાર ઓકસફોર્ડે નામ શા માટે રદ્ કરી નાખ્યું છે તેનું કોઇ જ કારણ આપ્યું નથી.જો કે કેટલાક નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર પોતાના દેશમાં વિવિધ પ્રકારના અપરાધિક કેસ ચાલતા હોવાથી અયોગ્ય જાહેર થવું સ્વભાવિક જ છે. લોકોને સૌથી નવાઇ તો ઇમરાનખાને જેલમાંથી પાકિસ્તાની યુનિવર્સિટીના ચાન્સલર પદ માટે અરજી કરી તેની લાગી હતી. જેલમાંથી કેવી રીતે ચુંટણી લડે અને ચાન્સેલર પદ સુધી પહોંચી શકે એ રહસ્યમયી પગલું હતું.
જો કે પ્રાપ્ત માહિતી અનુસાર ઇમરાનખાન જ નહી ચાન્સેલરની રેસમાં ત્રણ ભારતીયો પણ સામેલ છ. ઓકસફોર્ડ યુનિવવર્સિટીના ચાન્સેલર પદની હરિફાઇમાં કુલ 38 ઉમેદવારો મેદાનમાં છે જેમાં વર્કશાયલમાં બ્રેકનેલ ફોરેસ્ટના ભારતીય મૂળના પ્રથમ મેયર અંકુર શિવ ભંડારી, ઉપરાંત નિરપાલસિંહ પોલ અને પ્રતીક તરવડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કન્જર્વેટિવ પાર્ટીના પૂર્વ નેતા લોર્ડ વિલિયમ હેગ અને પૂર્વ નેતા લોર્ડ મેંડેલસન પણ ચાંસેલરની રેસમાં સામેલ છે.