ભારત-માલદીવના સુધરતા સંબંધો ચીનને ખટક્યાં, અચાનક મુઈજ્જૂને મળવા પહોંચ્યા વિદેશ મંત્રી
India-Maldives Relations : ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ માલદીવની આકસ્મિક યાત્રા કરી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ સાથે દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ પર ચર્ચા કરી. ભારત સાથે માલદીવના વધતા સંબંધો વચ્ચે ચીનના વિદેશ મંત્રીએ આ યાત્રા કરી છે. કમ્યુનિસ્ટ પાર્ટીના શક્તિશાળી પોલિટબ્યુરોના સભ્ય વાંગે પોતાની એક યાત્રાથી પરત ફરતા સમયે શુક્રવારે (માલદીવના રાજધાની) માલેમાં રોકાયા હતા. આ દરમિયાન મુઈજ્જૂ સાથે મુલાકાત કરી.
મુઈજ્જૂએ ગત વર્ષે ચીનનો પ્રવાસ કર્યો હતો
રાષ્ટ્રપતિ બન્યા બાદ થોડા મહિનાઓ બાદ મુઈજ્જૂએ ગત વર્ષ જાન્યુઆરીમાં ચીનનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ કોઈ મોટા ચાઈનીઝ અધિકારીઓની આ પહેલી માલદીવ યાત્રા હતી. મુઈજ્જૂની ચીન યાત્રા દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક રણનીતિક સહયોગી ભાગીદારી સુધી વધાર્યા અને કેટલાક મોટા કરારો પર હસ્તાક્ષ કર્યા.
માલદીવ મીડિયાના અહેવાલ મુજબ, વાંગ સાથેની તેમની મુલાકાત દરમિયાન, મુઈજ્જૂએ બંને દેશો વચ્ચેના કરારો અને સમજૂતી કરારો (MoU) માં દર્શાવેલ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ વધારવાના મહત્તવ પર ભાર મૂક્યો. વાંગે કહ્યું કે મુઈજ્જૂની ચીનની સફળ રાજ્ય મુલાકાત ચીન-માલદીવ સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતી.