જસ્ટિન ટ્રુડોના ત્યાગપત્ર પછી તુર્ત જ યુ.એસ. કેનેડાના ''મર્જર''ની વાત ફરી કરી
- નવ-નિર્વાચિત પ્રમુખે કહ્યું : જો આ બંને દેશો એક થઈ જાય તો કેટલો મોટો દેશ બની જાય તેવી કલ્પના તો કરો
માર-એ-લાગો(ફ્લોરિડા) : કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ સોમવારે તેઓનું ત્યાગપત્ર આપ્યા પછી માત્ર ગણતરીના સમયમાં જ અમેરિકાના નવ-નિર્વાચિત પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને કેનેડાના ''એકમ'' (મર્જર)ની વાત કરી હતી. વાસ્તવમાં ૫૩ વર્ષના ટ્રુડોને તેમના જ પથ દિલાવર પાર્ટીએ તેમની ઉપર ભારે દબાણ કરતાં તેમને ત્યાગપત્ર આપવું જ પડયું હતું. કેનેડામાં સામાન્ય ચૂંટણીઓ, આ વર્ષના ઓકટોબરની ૨૫મી તારીખે યોજવાની છે. ત્યાં સુધી ટ્રુડો કાર્યવાહક વડાપ્રધાન તરીકે ચાલુ રહેવા સંભવ છે. સિવાય કે તેમની પાર્ટી નવા નેતા ચૂકીં કાઢે.
૨૦૧૦ થી ૨૦૧૧ દરમ્યાન ટ્રમ્પ પહેલીવાર પણ પ્રમુખ પદે હતા ત્યારે એ તેઓને ટ્રુડો સાથે સારા સંબંધો ન હતા. તેઓ ત્યારથી જ કેનેડાને અમેરિકાનું ૫૧મું રાહ્ય બતાવવાની વાત કરી રહ્યા હતા. તે પછી હમણાં જ પોતે પ્રમુખપદે ચૂંટાયા પછી, તેઓના ફ્લોરિડા-સ્થિત રીસોર્ટ માર-એ-ઠાગોમાં, ટ્રુડો, કેનેડાના માર પર પણ ૨૫% આયાત જકાત લગાડવાના મુદ્દે ટ્રમ્પે મળવા ગયા ત્યારે વિનોદમાં તેઓને અમેરિકામાં ૫૧મા રાજ્યના ગવર્નર કરી દીધા હતા. આ પછી કહ્યું કે આ તો માત્ર એક વિનોદ જ છે. ખોટું ન લગાડશો. જોકે તે પછી તેઓને ડીનર તો આપ્યું જ હતું. આ ઉપરાંત તેઓએ સોશ્યલ-મીડીયા ''ટ્રુથ ઉપર ઉપર લખ્યું હતું : ''જો. કેનેડામાં ઘણા લોકો અમેરિકા સાથે મળી જવા તૈયાર હોય. તો તે આવકાર્ય છે. આ કેનેડા જે ટ્રેડ-ડેફીસીટ ડેફીમીટ ભોગવી રહ્યું છે. અને તેમાંથી માર્ગ કાઢવા તેને પોતાના માલને ભારે સબ્સીડી આપવી પડે છે. તે બધું બંધ (કેનેડા) અમેરિકાનાં ૫૧મું રાજ્ય બનતા દૂર થઈ જાય. તેટલું નહીં પરંતુ તેને રશિયા અને ચીન તરફથી ઉભી થઈ ભીતિનો સામનો કરવામાં રાહત મળે.
ઉલ્લેખનીય છે કે કેનેડામાંથી થતી કુલ નિકાસ પૈકી ૭૦ ટકા નિકાસ તો અમેરિકામાં જ થાય છે. હવે જો કેનેડાના માલ ઉપર અત્યારે લાગુ પડતી ૧૦ ટકા આયાત-જકાત વધારી ટ્રમ્પ ૨૫ ટકા કરી નાખે તો, કેનેડાનો માલ મોંઘો થાય. તેથી તેની ખપત પણ અમેરિકામાં ઘટે, માટે, ટ્રુડો ટ્રમ્પને મળવા ખાસ તેઓના આ પ્રવાસન સ્થળમાં નિવાસી સ્થાને મળવા ગયા હતા. પરંતુ ટ્રમ્પે ''દાદ'' ન દેતા ખાલી હાથે પાછા ફરવું પડયું હતું.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ઘણીવાર (લગભગ દરેક વખતે) ટ્રુડોને ''ગવર્નર ઓફ ફીફ્ટી ફર્સ્ટ સ્ટેટ'' વ્યંગમાં રહ્યા છે.