કંગાળ પાકિસ્તાનની વહારે આવ્યું IMF, આ ત્રણ શરતોએ લોન આપવા થયું તૈયાર
IMF Granted Loan To Pakistan : આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાની વહારે આવ્યું છે. આઈએમએફએ પાકિસ્તાનને ત્રણ શરતો સાથે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાને પણ આઈએમફની ત્રણ શરતો માની લીધી છે, જેમાં 1.50 લાખ સરકારી પદો ખતમ કરવા, છ મંત્રાલયો પણ બંધ કરવા તેમજ અન્ય બે વિભાગનું વિલય કરવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાને કેટલીક શરતો માનતા IMFએ લોન જારી કરી
આઈએમએફ પાકિસ્તાનને આર્થિક સહાય કરવા માટે 26 ડિસેમ્બરે પેકેજને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને ખર્ચ ઘટાડવાની, કૃષિ અને રિયલ એસ્ટેટ જેવા બિન-પરંપરાગત ક્ષેત્રો પર લગામ કસવાની તેમજ સબસિડી મર્યાદિત કરવા સહિતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેની સામે આઈએમએફે એક અબજ ડૉલરથી વધુની રકમ જારી કરી છે.
આ પણ વાંચો : કોલમ્બિયામાં મોટી દુર્ઘટના, મિશન પર જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ, આઠ સૈનિકના મોત
પાકિસ્તાનમાં કરદાતાની સંખ્યા 32 લાખ
નાણામંત્રી મુહમ્મદ ઓરંગજેબે કહ્યું કે, આઈએમએફ સાથેની ચર્ચા-વિચારણાને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સરકારે છ મંત્રાલયો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત વિવિધ મંત્રાલયોમાં 1.50 લાખ પદો ખતમ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ઓરંગજેબે કરવેરાથી વધતી આવક પર કહ્યું કે, ગત વર્ષે ત્રણ લાખ નવા કરદાતા હતા અને આ વર્ષે અત્યાર સુધીમાં 7.32 લાખ નવા કરદાતાઓએ નોંધણી કરાવી છે. આમ દેશમાં કરદાતાઓની કુલ સંખ્યા 32 લાખ પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો : અમેરિકી સેનાની સીરિયામાં મોટી એરસ્ટ્રાઈક, 37 આતંકવાદીઓ ઠાર થયા હોવાનો અમેરિકાનો દાવો