VIDEO : 'અમારા 30 બાળકો હમાસ આતંકવાદીઓના કબજામાં', આખી દુનિયામાં માસૂમોના ફોટો વાયરલ

દુનિયાની પ્રખ્યાત ઈમારતો પર બાળકોના ફોટા પ્રકાશિત કરવામાં આવ્યા

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
VIDEO : 'અમારા 30 બાળકો હમાસ આતંકવાદીઓના કબજામાં', આખી દુનિયામાં માસૂમોના ફોટો વાયરલ 1 - image


Images of kidnapped Israeli children projected onto London buildings : છેલ્લા બે અઠવાડિયાથી ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં 4000થી વધુ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. હજુ પણ 200 લોકો લાપતા છે. જેમાં 30 બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. હવે લંડનથી લઇને UN હેડક્વાર્ટરની બિલ્ડીંગ સુધી વાયરલ થઈ રહી છે. ઈઝરાયેલે આ પ્રકારનો એક વીડિયો પણ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.  

દુનિયાની પ્રખ્યાત ઈમારતો પર બાળકોના ફોટા પ્રકાશિત કરવામાં આવ્યા 

વેમ્બલીથી લઈને ટેટ મોર્ડન સુધી લંડનની ઘણી પ્રખ્યાત ઈમારતો પર ઈઝરાયેલના બાળકોના ફોટોગ્રાફ્સ દેખાડવામાં આવી રહ્યા છે. આ સિવાય ન્યૂયોર્ક, લોસ એન્જલસ અને મિયામી સહિત ઘણા શહેરોમાં બિલબોર્ડ પર પણ આ પિક્ચર્સ પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. આ માટે યોગ્ય ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

#BRINGTHEMBACK હેશટેગથી પોસ્ટો વાયરલ 

ઈઝરાયેલએ એક વીડિયોમાં પોસ્ટ કરતા જણાવ્યું કે, લંડન સહિત વિશ્વમાં અનેક જગ્યાએ સ્ક્રીનો પર બાળકોના ફોટોગ્રાફ્સ, નામ અને ઉંમરને પ્રકાશિત કરવામાં આવી રહી છે. સાથે જ #BRINGTHEMBACK હેશટેગ પણ વાયરલ થઇ રહ્યું છે. આ સિવાય UN હેડક્વાર્ટર, રોમાનિયન શહેરો અને અન્ય ઘણા શહેરોની ઈમારતો પર બાળકોના ફોટો દર્શાવતા ઇલેક્ટ્રિક બિલબોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. તેમના પર કિડનેપ બાય હમાસ એવું પણ લખવામાં આવ્યું છે.



Google NewsGoogle News