'હું તેમની મિત્ર છું કોઈ પાસેથી ઓર્ડર નથી લેતી' મસ્ક સાથેના સંબંધો અંગે મેલોનીની સ્પષ્ટતા
- 2022માં પદ સંભાળ્યા પછી ઈટાલીનાં વડાપ્રધાન મેલોનીએ ટેસ્લા અને સ્પેસ એક્સના સંસ્થાપક મસ્કની અનેકવાર મુલાકાત લીધી છે
રોમ : ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અબજોપતિ એલન મસ્ક સાથેના પોતાના સંબંધો અંગે ઉઠેલા પ્રશ્નો વિષે સ્પષ્ટતા કરતાં સાંસદોને જણાવ્યું હતું કે, 'હું તેઓની મિત્ર છું કંઈ તેઓ પાસેથી ઓર્ડર લેતી નથી. તેમના મસ્ક સાથેના સંબંધો તો દેશના આર્થિક હિતો સાથે જોડાયેલા છે.'
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં વડાપ્રધાન પદ સંભાળ્યા પછી મેલોની કેટલીએ વાર ટેસ્લા અને સ્પેસ-એક્સના સંસ્થાપક એલન મસ્કની મુલાકાત લીધી છે. તે અંગે તેઓનું કહેવું છે કે, તે પાછળ તેઓનો હેતુ ઈટાલીમાં રોકાણો આકર્ષવાનો છે.
ઈટાલીએ હમણાં જ એક વિધેયક પસાર કરી વિદેશી અંતરિક્ષ કંપનીઓને ઈટાલીમાં કામ કરવાની મુક્તિ આપે છે. આ પગલાંથી ઈટાલીમાં ૨૦૨૬ સુધીમાં આશરે ૭.૩ બિલિયન યુરો - એટલે કે ૭.૭ બિલિયન ડોલરનાં રોકાણની આશા રખાય છે.
બુ્રસેલ્સમાં યોજાનારાં યુરોપીય સંઘના શિખર સંમેલનમાં જતા પૂર્વે એક પારંપરિક સંસદીય ચર્ચા દરમિયાન પ્રશ્નોના ઉત્તરો આપતાં, મેલોનીએ કહ્યું, ''હું એલન મસ્કની મિત્ર બની શકું સાથે ઈટાલીની સરકારની મુખ્ય વ્યક્તિ (વડાપ્રધાન) પણ બની શકું. હું તેવી પહેલી મુખ્ય વ્યક્તિ છું કે જેણે દેશની અંતરિક્ષ ગતિવિધિઓને વિનિચલિત કરવાનો (એશ ચેન્જ કરવાનો) પહેલો કાનૂન કર્યો હોય.''