Get The App

'ગેરકાયદે વસાહતીઓ 'માણસ' નહીં પણ 'પશુ' જેવા છે...' ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી એક વિવાદિત નિવેદન

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
'ગેરકાયદે વસાહતીઓ 'માણસ' નહીં પણ 'પશુ' જેવા છે...' ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી એક વિવાદિત નિવેદન 1 - image


- અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા સામે ટ્રમ્પે ઝૂંબેશ ઉઠાવી છે, સાથે ધમકી આપે છે કે જો તેવો પરાજિત થશે તો દેશમાં અંધાધૂંધી અને અરાજકતા ફેલાશે

ગ્રીન બે (વિસ્કોન્ઝીન) : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકામાં ઘૂસી આવેલા ગેરકાયદે વસાહતીઓ ઉપર તૂટી પડયા હતા. મીશીગનમાં, મંગળવારે આપેલાં પોતાના પ્રચાર પ્રવચનમાં તેઓએ દેશમાં ગેરકાયદે ઘૂસી આવેલાઓને માટે કહ્યું હતું કે તેઓ માણસો નથી, પશુઓ છે. વાસ્તવમાં આ રીતે તેઓ તેમના ચૂંટણી પ્રચારને વધુને વધુ નિમ્નસ્તરે લઇ જઇ રહ્યા છે.

રીપબ્લિકન પાર્ટીના પ્રમુખપદ માટેના આ ઉમેદવાર સામે, પુષ્કળ કેસો ઉભા છે. તેની વચ્ચે પણ તેઓે પોતાની ચૂંટણી પ્રચાર ઝૂંબેશ તેટલી જ જોરદાર રીતે ચાલુ રાખી છે. તેટલું જ નહીં પરંતુ અમેરિકામાં ગેરકાયદે ઘૂસી આવનારાઓ સામે પણ ઝૂંબેશ ચાલુ રાખી છે.

આ સાથે તેઓએ રીતસરની ધમકી જ ઉચ્ચારી છે કે જો તેઓ તા. ૫મી નવેમ્બરે યોજાનારી પ્રમુખ પદની ચૂંટણીમાં વિજયી નહીં થઇ શકે તો દેશ આખામાં અંધાધૂંધી અને અરાજકતા ફેલાઈ જશે.

વિસ્કોનસીનના ગ્રીન બે શહેરમાં આપેલાં ચૂંટણી પ્રવચનમાં તેઓએ ૨૦૨૪ની ચૂંટણીને અંતિમ-યુદ્ધ કહી દીધી હતી.

જ્યોર્ઝિયાની ૨૨ વર્ષની નર્સીંગ સ્ટુડન્ટ લેકન રીલેનાં, વૈનેઝૂએલામાંથી ગેરકાયદે આવી વસેલા કરેલી હત્યાનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે તે વસાહતને સબહ્યુમન (ઉપ-માનવ) કહી દીધો હતો. અને કહ્યું હતું કે ડેમોક્રેટસ કહે છે કે મહેરબાની કરીને તેમને પશુઓ કે પ્રાણીઓ ન કહો, પરંતુ હું કહું છું કે ના, તેઓ માનવીઓ જ નથી, માણસો જ નથી; તેઓ પશુઓ છે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૭થી ૨૦૨૧ સુધી અમેરિકાના પ્રમુખપદે હતા.

મીશીગન સ્થિત ગ્રાન્ડ રેપીડ્સ શહેરમાં આપેલાં પ્રવચનમાં તેઓએ કહ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદે ઘૂસી આવેલા પૈકી કોઈએ રૂબી ગાર્શિયાની હત્યા કરી હતી. તે રૂબીનાં કુટુમ્બીજનોને હું મળ્યો હતો પરંતુ રૂબીની બહેન કહે છે કે ટ્રમ્પ અમને મળવા આવ્યા જ ન હતા.

બીજી તરફ અમેરિકામાં થયેલા અપરાધોના ડેટા ઉપરથી નિરીક્ષકો કહે છે કે જે તે ડેટા જ દર્શાવી આપે છે કે અમેરિકામાં ગેરકાયદે પણ ઘૂસી ાવેલાઓ મૂળ અમેરિકન નાગરિકો કરતાં વધુ ગુનાહો કરતા હોવાનું કોઈ નોંધમાં નથી.


Google NewsGoogle News