નાકમાં આંગળી નાખવાની ટેવ હોયતો ચેતી જજો, થઇ શકે છે આ ગંભીર બીમારી
બેકટેરિયા નાકની નળીમાંથી મસ્તિષ્ક સુધી પહોંચી શકે છે
મસ્તિષ્કની કોશિકાઓ એમિલોએડ બીટા પ્રોટિનનું ઉત્પાદન કરે છે
મેલબોર્ન,26 નવેમ્બર,2024, મંગળવાર
કેટલાકને અભાન રીતે નાકમાં આગળી નાખવાની ટેવ હોય છે આ જોઇને બીજાને ઘુ્ણા થતી હોય છે પરંતુ ટેવ પડી હોય તે જતી નથી. જો કે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ માત્ર વર્તનની દ્વષ્ટીએ જ નહી સ્વાસ્થ્યની રીતે પણ સારી બાબત નથી. નાકમાં આંગળી નાખવાની ટેવ ધરાવનારાને ડિમેંશીયા કે અલ્ઝાઇમર્સ થઇ શકે છે. આ એક એવી ક્રિયા છેે જે અનાયાસે થઇ જાય છે તેના પર વ્યકિતનો કાબુ હોતો નથી તેમ છતાં તેના સંકેત ખૂબ જોખમી છે.
નાક સાફ કરવાની આ ક્રિયા અંગે ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે રિસર્ચ કર્યુ હતું કે વારંવાર અકારણ નાકમાં આંગળી નાખવાથી બેકટેરિયા નાકની નળીમાંથી મસ્તિષ્ક સુધી પહોંચી શકે છે. બેકટેરિયાએ મસ્તિષ્ક તંત્રમાં પરિવર્તન લાવીને અલ્ઝાઇમર્સના સંકેત આપી દીધા હતા.કેટલાક પ્રકાશિત અધ્યન મુજબ કલામીડિયા ન્યૂમેનિએ નામના બેકટેરિયા માણસને સંક્રમિત કરી શકે છે. આ બેકટેરિયાને ન્યૂમોનિયા માટે જવાબદાર માનવામાં આવે છે
એટલું જ નહી આ પ્રકારના બેકટેરિયા ડિમેંશિયાની રોગીઓના મસ્તિષ્કમાં વધારે જોવા મળે છે. આ માટે નાકની નળી અને મસ્તિષ્ક સાથે જોડનારી નસને નર્વસ સિસ્ટમ પર પહોંચનારા માર્ગ અંગે પ્રયોગ કર્યો હતો. આવી પરીસ્થિતિમાં મસ્તિષ્કની કોશિકાઓ એમિલોએડ બીટા પ્રોટિનનું ઉત્પાદન કરે છે. આ પ્રોટિન અલ્ઝાઇમર્સના દર્દીઓના મસ્તિષ્કમાં બને છે. આ અંગેનો પ્રયોગ ઉંદરમાં કરવામાં આવ્યો તેમાં પણ આ પરીણામ મળ્યું હતું. આમ સામાન્ય લાગતી કુટેવ મોટું નુકસાન કરી શકે છે.