હજ યાત્રા દરમિયાન થઈ જાય મૃત્યુ તો પરત નથી મોકલાતા મૃતદેહ, જાણો સાઉદીમાં શું છે નિયમ
Image: Facebook
Hajj Pilgrimage: સાઉદી અરેબિયાના મક્કામાં હજ કરવા માટે પહોંચવું દરેક મુસ્લિમનું સપનું હોય છે. ગરીબથી ગરીબ મુસ્લિમ એક-એક પૈસો જોડીને એક વખત હજ કરવાનો પ્રયત્ન કરે છે. જોકે, ત્યાં પહોંચવું સરળ નથી. કારણ કે આખી દુનિયાના મુસ્લિમ હજ કરવા માટે મક્કા પહોંચે છે. તેથી સાઉદી અરેબિયા તમામ દેશોથી આવતા હજ યાત્રીઓની એક સંખ્યા નક્કી કરે છે અને તે અનુસાર દરેક દેશના મુસ્લિમ ત્યાં જઈ શકે છે પરંતુ આ કોટા એટલો ઓછો હોય છે કે તમામ વ્યવસ્થા થયા બાદ પણ હજ જવાનો નંબર આવવો સરળ હોતો નથી, મક્કા પહોંચ્યા બાદ શરૂ થાય છે ગરમી અને ભીડથી સામનો. ઘણી વખત આના કારણે અમુક લોકોના મક્કામાં મૃત્યુ થઈ જાય છે.
ભારત અને પાકિસ્તાનવાળાના રીતિ-રિવાજ
અત્યાર સુધીમાં આ વર્ષે મક્કા ગયેલા 98 ભારતીયોના મોત થઈ ચૂક્યાં છે. સાઉદી અરેબિયા સરકારની સાથે રીતિ-રિવાજો અને નિયમ-કાયદાનો હવાલો આપતાં કર્ણાટક રાજ્ય હજ સમિતિના કાર્યકારી અધિકારી એસ સરફરાજ ખાને જણાવ્યું કે હજ દરમિયાન મૃતકના મૃતદેહોને તેમના મૂળ સ્થાને પાછા લવાતાં નથી. તેમના મૃતદેહોને સંબંધિત અધિકારીઓ દ્વારા ત્યાં દફનાવવામાં આવે છે અને મૃત્યુ પ્રમાણ પત્ર પણ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવે છે. પાકિસ્તાન હજ મિશનના ડાયરેક્ટર જનરલ અબ્દુલ વહાબ સૂમરોએ 19 જૂને જણાવ્યું કે 18 જૂન સુધી કુલ 35 પાકિસ્તાની હજ યાત્રીઓના મોત થયાં છે. મક્કામાં 20, મદીનામાં 6, મીનામાં ચાર, અરાફાતમાં ત્રણ અને મુજદલિફામાં બે લોકોના મોત થયાં છે. તેમણે કહ્યું કે સાઉદી સરકારે હરમેનમાં દફનાવવાની વ્યવસ્થા કરી છે અને જો કોઈ પાકિસ્તાની હજયાત્રી માગ કરે તો તેમના મૃતદેહને તેમના ઉત્તરાધિકારીઓના માધ્યમથી પાછા દેશ મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જીવલેણ ગરમી
સાઉદી અરેબિયાથી સત્તાવાર રીતે મોતની જાણકારી અપાઈ નથી. જોકે 1000થી વધુ લોકોના મોતના સમાચાર આવી રહ્યાં છે. આ તમામ મોત ગરમીના કારણે થયા છે. જોકે મક્કાના બહારના વિસ્તારમાં સ્થિત મીના ખીણમાં રમી અલ-જમારાત ની ધાર્મિક વિધિ દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે. પથ્થર મારવાની ધાર્મિક વિધિ દરમિયાન ઘણી વખત આ સ્થાને ભાગદોડ મચી જાય છે. જોકે, સાઉદી અરેબિયાએ આ મુદ્દે અત્યારે વ્યવસ્થા કરી છે, જેનાથી ઘટના પર લગામ લાગી છે, પરંતુ ગરમી હજુ પણ જીવલેણ સાબિત થઈ રહી છે. હજુ મક્કામાં લગભગ 52 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે.
મક્કામાં રહેતાં લોકોનું જીવન કેવું છે?
રિપોર્ટ અનુસાર 2018માં સાઉદી સરકારે થિયેટર્સ પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ હટાવી દીધો પરંતુ છતાં મક્કામાં કોઈ થિયેટર નથી. મૂવી માટે રહેવાસી લગભગ 70 કિલોમીટર દૂર આવેલા શહેર જેદ્દાહ જાય છે. મેરેજ હોલ પવિત્ર વિસ્તારથી દૂર રાખવામાં આવે છે. ત્યાંના રહેવાસી જૈનબ અબ્દુ જણાવે છે કે આ એક પવિત્ર શહેર છે અને તેનું સન્માન કરવું જોઈએ. જન્મદિન અને અન્ય સમારોહમાં સંગીત વાગે છે, પરંતુ આ ખૂબ ઊંચા અવાજે હોવું જોઈએ નહીં. વર્ષમાં એક વખત, શહેરની વસ્તી એક મહિના સુધી પ્રભાવી રીતે બમણી થઈ જાય છે કેમ કે દુનિયા ભરથી હજ યાત્રી આવે છે, પરંતુ અમે આને અમારું સદ્ભાગ્ય માનીએ છીએ.