EV વાપરતાં હોવ તો આવી ભૂલ ના કરતાં, નહીંતર જીવ મૂકાશે જોખમમાં, જુઓ હચમચાવતો વીડિયો

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
EV વાપરતાં હોવ તો આવી ભૂલ ના કરતાં, નહીંતર જીવ મૂકાશે જોખમમાં, જુઓ હચમચાવતો વીડિયો 1 - image


Image: X

Electric Vehicle Battery Blast: ઈલેક્ટ્રિક વાહનોની બેટરીમાં આગ લાગવાના સમાચાર અને વીડિયો આપણે જોતાં-સાંભળતાં રહીએ છીએ. તાજેતરમાં જ એક આવી જ ઘટનાનો વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લિફ્ટની અંદર બેટરી લઈ જઈ રહ્યો હતો. ત્યારે અચાનકથી બેટરી બ્લાસ્ટ થઈ ગઈ અને જોતજોતામાં લિફ્ટમાં આગ લાગી ગઈ. વ્યક્તિ લિફ્ટની અંદર આગની લપેટમાં આવી ગઈ. 

લિફ્ટમાં બ્લાસ્ટ થઈ બેટરી

વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ ઈલેક્ટ્રિક બાઈકની બેટરીને લિફ્ટની અંદર લઈને પ્રવેશે છે. જ્યારે લિફ્ટનો ગેટ બંધ થાય છે તરત જ બેટરી બ્લાસ્ટ થઈ જાય છે અને લિફ્ટની અંદર આગ લાગી જાય છે. વ્યક્તિ ચારે તરફથી લાગેલી આગની ચપેટમાં આવી જાય છે અને તે આગમાં ભૂંજાઈ જાય છે. વીડિયોમાં થોડા સમય બાદ જ્યારે રેસ્ક્યૂ ટીમ આવે છે તો તે લિફ્ટનો દરવાજો ખોલીને વ્યક્તિને બહાર કાઢે છે. જ્યારે વ્યક્તિને બહાર કાઢવામાં આવે છે તો જોઈ શકાય છે કે તે આગમાં ખરાબ રીતે દાઝી ચૂક્યો હોય છે.

વીડિયો પર લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું

વાઇરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી લગભગ 6 લાખ લોકોએ જોયો અને 1800 લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો પર તમામ લોકોએ કમેન્ટ પણ કરી છે. મોટાભાગના યુઝર્સે વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું- વ્યક્તિ સાથે ખૂબ ખરાબ થયુ. ઘણાં લોકોએ વ્યક્તિની સલામતી વિશે પૂછ્યું તો ઘણાંંએ લિથિયમ બેટરીને લઈને લિફ્ટમાં ન જવાની સલાહ આપી.


Google NewsGoogle News