ભારતીયોને આ દેશમાં ફરવા જવા વિઝાની જરૂર નહિ; Visa Free દેશોની યાદી પર એક નજર
Visa Free Countries: જો તમે વિદેશ જવા માંગો છો તો પાસપોર્ટ એક મહત્ત્વપૂર્ણ અને જરૂરી ડોક્યુમેન્ટ છે. કોઈ પણ દેશમાંથી અન્ય કોઈ બીજા દેશમાં જવા માંગતાં હોવ તો તમારે પાસપોર્ટની જરુર પડે છે. પાસપોર્ટ એક વર્ચ્યુઅલ ડોક્યુમેન્ટ છે, જે રાષ્ટ્રીય ઓળખના પુરાવા તરીકે ગણવામાં આવે છે.
જો કોઈ દેશનો પાસપોર્ટ શક્તિશાળી હોય તો તે દેશના નાગરિકોએ વધુને વધુ દેશોની મુલાકાત લેવા માટે વિઝાની ચિંતા હોતી નથી, પરંતુ જો પાસપોર્ટ શક્તિશાળી ન હોય તો કોઈપણ દેશમાં જવા માટે વિઝા માટે અરજી કરવી જરૂરી છે. આ વર્ષનો હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 રિપોર્ટ આવી ગયો છે.
લંડન સ્થિત હેનલી એન્ડ પાર્ટનર્સ પાસપોર્ટ ઈન્ડેક્સ વિશ્વના પાસપોર્ટને કેટલા દેશોમાં વિઝા-મુક્ત એન્ટ્રી મેળવે છે તેના આધારે રેન્ક આપવામાં આવે છે. દરેક વિઝા ફ્રી એન્ટ્રી માટે પાસપોર્ટને એક પોઈન્ટ આપવામાં આવે છે જેના આધારે વૈશ્વિક રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે.
આ રિપોર્ટ પ્રમાણે ભારતીય પાસપોર્ટને વિશ્વમાં 82મું સ્થાન મળ્યું છે. ત્યારે આજે વાત એવા ટોપ-10 દેશો વિશેની જ્યાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે.
વિશ્વમાં આ નંબર પર ભારતીય પાસપોર્ટ
ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતનો વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં ભારતીય પાસપોર્ટ સતત મજબૂત બની રહ્યો છે.
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024ના રિપોર્ટ અનુસાર, ભારતના પાસપોર્ટને વિશ્વભરમાં 82મું સ્થાન મળ્યું છે. 2022માં ભારત 87મા સ્થાને ક્યાં હતું. જ્યારે 2023માં ભારતીય પાસપોર્ટને 84મું સ્થાન મળ્યું હતું. હવે એટલે કે, 2024માં ભારતીય પાસપોર્ટને 82મું સ્થાન મળ્યું છે એટલે કે હવે ભારતીય પાસપોર્ટ પર 58 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકાશે.
ભારત માટે ટોચના 10 વિઝા ફ્રી દેશોમાં મોરેશિયસ, માલદીવ્સ, ભૂતાન, નેપાળ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ફિજી, અફ્રીકાનું અંગોલા, સેરેનલ, રવાંડા જેવા દેશ છે. ભારતીય પાસપોર્ટ ધારકોને અહીં જવા માટે વિઝાની જરૂર નથી.
આ દેશનો પાસપોર્ટ છે વિશ્વમાં સૌથી તાકતવર પાસપોર્ટ
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ પાસપોર્ટને રેન્ક આપવા
માટે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (IATA)ના
ડેટાનો ઉપયોગ કરે છે. આ રેન્કિંગમાં સિંગાપોર પાસપોર્ટ પ્રથમ સ્થાને છે. વાસ્તવમાં,
આ દેશના નાગરિકો 195 દેશોમાં વિઝા વિના પ્રવેશ મેળવી શકે છે. સિંગાપોર
બાદ આ યાદીમાં ફ્રાન્સ, જર્મની, સ્પેન અને યુનાઈટેડ કિંગડમ ટોપ-5માં
સામેલ છે. આ યાદીમાં એક સમયે અમેરિકન પાસપોર્ટ પહેલા સ્થાન પર હતો, હવે આ
પાસપોર્ટ 8મા નંબર પર આવી ગયો છે.