Get The App

'જો પાણી અટકાવ્યું તો 130 પરમાણુ બોમ્બ તૈયાર છે...', હવે પાક. રેલવેમંત્રીએ ભારતને ધમકાવ્યું

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
'જો પાણી અટકાવ્યું તો 130 પરમાણુ બોમ્બ તૈયાર છે...', હવે પાક. રેલવેમંત્રીએ ભારતને ધમકાવ્યું 1 - image


Pahalgam Terror Attack News : પહલગામ આતંકવાદી હુમલામાં ભારતના 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને ત્યાંના પીએમ સહિત તેના ઘણા નેતાઓ દરરોજ અકળાઈને બેફામ નિવેદનબાજી કરવા લાગ્યા છે. 

રેલવે મંત્રીની પોકળ ધમકી 

ગઇકાલે પીએમ શાહબાઝ શરીફ, પીપીપી નેતા બિલાવલ ભુટ્ટો પછી હવે આજે પાકિસ્તાનના રેલ્વે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. રાવલપિંડીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેણે કહ્યું કે જો ભારત પાકિસ્તાનનું પાણી રોકશે તો અમે યોગ્ય જવાબ આપીશું. પ્રેસ કોન્ફરન્સમાં કડક વલણ અપનાવતા હનીફ અબ્બાસીએ કહ્યું, ' અમારી તમામ મિસાઇલો હવે ભારત તરફ તહેનાત કરી દેવાઈ છે, જો ભારત કોઈપણ પ્રકારનું દુ:સ્સાહસ કરશે તો તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે.' અબ્બાસીએ ધમકી આપતા કહ્યું કે અમારી પાસે વિશ્વનો સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ છે અને અમે ગોરી, શાહીન, ગઝનવી જેવી મિસાઇલો અને 130 પરમાણુ બોમ્બ ફક્ત ભારત માટે જ તૈયાર રાખ્યા છે. 

પહલગામ હુમલાને ફક્ત એક બહાનું ગણાવ્યું... 

તેણે વધુમાં કહ્યું કે અમે રાજદ્વારી પ્રયાસોની સાથે અમારી સરહદોની સુરક્ષા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી રાખી છે. પહલગામ હુમલો ફક્ત એક બહાનું છે, વાસ્તવમાં સિંધુ જળ સંધિ ભારતના રડાર પર છે. હનીફે કહ્યું કે, પાકિસ્તાન રેલ્વે હંમેશા તેની સેનાને મદદ કરવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે હનીફ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પહલગામમાં નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરનારા લશ્કરના આતંકવાદીઓને સ્વતંત્રતા સેનાની ગણાવ્યા હતા.

બિલાવલ ભુટ્ટોએ આપી હતી ચેતવણી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ભારતને ધમકી આપી હતી. તેણે સિંધુ નદીમાં ભારતીયોનું લોહી વહેવડાવવાની ધમકી પણ આપી અને કહ્યું, 'સિંધુ નદી અમારી છે અને અમારી જ રહેશે.' કાં તો આપણું પાણી સિંધુમાં વહેશે અથવા તેમનું લોહી વહેશે.


Tags :