ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થાય તો કોણ જીતશે ? કોની પાસે કેટલી તાકાત છે : આ આંકલન અતિ મહત્વનું છે

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થાય તો કોણ જીતશે ? કોની પાસે કેટલી તાકાત છે : આ આંકલન અતિ મહત્વનું છે 1 - image


- અમેરિકા 'પ્રોક્ષીવોર' લડી રહ્યું છે ? મ.પૂ.નો ફૂટ હોલ્ડ નહીં છોડે ?

- ઈઝરાયેલનું સંરક્ષણ બજેટ 24.2 અબજ ડોલર છે તેની પાસે 80 એટમ બોમ્બ છે : ઈરાનનું સંરક્ષણ બજેટ 9.9 અબજ ડોલર છે, એટમ બોમ્બ નથી

નવી દિલ્હી : ઈરાને ડ્રોન હુમલા દ્વારા ઈઝરાયલને સીધી ચેતવણી આપી દીધી છે, સીધો પડકાર પણ ફેંક્યો છે. ઈરાન આ હુમલો કરશે તે તો એક સપ્તાહ પૂર્વેથી ગણતરી મંડાઈ ગઈ હતી. ઈઝરાયલ તૈયાર જ હતું. તેણે ગાઝાપટ્ટીમાં કરેલા પ્રચંડ હુમલાઓમાં અનેક નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે છતાં એક તરફ અમેરિકા, ઈંગ્લેન્ડ અને નાટો દેશોના તેમના સાથી રાષ્ટ્રો ઈઝરાયલને કહેવા પૂરતો ઠપકો આપે છે પરંતુ એક વિશ્વયુદ્ધ જીતી શકાય તેટલાં શસ્ત્રો ખડકે જાય છે. ઉત્તરે યુક્રેનને મદદ કરવા લગભગ બંધ જ કરી દીધી છે. વાત સીધી છે. યુક્રેન તબાહ થાય તો તેમાં પશ્ચિમને શું નુકસાન ? કશું જ નહીં. જ્યારે ઈઝરાયલનો પશ્ચિમ માટે ભૂમધ્ય સમુદ્રમાંથી મધ્ય-પૂર્વ અને પશ્ચિમ એશિયામાં પ્રવેશવાનું 'ફૂટ બોર્ડ' છે. પશ્ચિમના દેશોને ઈઝરાયલ સાથે ધાર્મિક બંધન પણ છે. હમાસને અકારણ ઉશ્કેરી તેના દ્વારા દ.ઈઝરાયલ પર હુમલો કરાવી રશિયાએ પશ્ચિમની તોપો, યુક્રેન પરથી હમાસ તરફ ફેરવી નાખી છે. સાથે હમાસ અને પેલેસ્ટાઇની માટે પોતાનું દુ:ખ જાહેર કરે છે. પશ્ચિમની રાજ રમતના આટાપાટામાં નિર્દોષ પેલેસ્ટાઇનીઓના બલિદાન અપાઈ રહ્યાં છે તે માટે અમેરિકા જેટલું જવાબદાર છે તેટલું જ હમાસને ચઢાવી દેનાર રશિયાને પણ જવાબદાર ગણવું જોઈએ તેમ કેટલાક વિશ્લેષણકારોનું મંતવ્ય છે. હવે બંનેની તાકાત જોઈએ તો ઈઝરાયલનું સંરક્ષણ બજેટ ૨૪.૨ અબજ ડોલર છે. ઈરાનનું સંરક્ષણ બજેટ ૯.૯ અબજ ડોલર છે. ઈઝરાયલ પાસે ૬૧૨ યુદ્ધ વિમાનો છે, ઈરાન પાસે ૫૫૧ યુદ્ધ વિમાનો છે. જોકે ટેન્ક ફોર્સ ઈરાન પાસે ઈઝરાયલ કરતાં બમણું છે. તે ૪૦૭૧ ટેન્ક ધરાવે છે. ઈઝરાયલ પાસે ૨૨૦૦ ટેન્ક છે.

સમુદ્ર શક્તિમાં ઈરાન ઈઝરાયલથી આગળ છે તેની પાસે ૧૦૧ યુદ્ધ નૌકાઓ છે. ઈઝરાયલ પાસે ૬૭ યુદ્ધ નૌકાઓ છે.

અહીં કેટલાક વિશ્લેષકો રાઈડર મુકે છે, એક તો ઈઝરાયલ ઉપર હુમલો કરવો જ હોય તો પણ ઈરાન કંઈ તે ચાર હજાર ટેન્કો ઉતારી ન જ શકે. યુદ્ધ નૌકાઓ નકામી બને, તે શું આફ્રિકાને ફરી સ્ટ્રેઈટ્સ ઓફ જીબ્રાલ્ટરમાંથી તો ભૂમધ્ય સમુદ્રમાં ન પરંતુ રાતા સમુદ્રના માર્ગે ઈઝરાયલ પર કેર વરસાવી શકે, પરંતુ ભય અમેરિકાનો છે. તેની યુદ્ધ નૌકાઓ અત્યંત પ્રબળ છે. તેના વિમાન વાહક જહાજો પરથી ઉડતાં વિમાનો ઈરાનના નૌકા કાફલાને તબાહ કરી જ નાખે તેમાં શંકાને સ્થાન નથી. ઉત્તરમાંથી ઈઝરાયલનાં વિમાનોનો હુમલો આવે જ. વિમાનોની સંખ્યામાં તે ઈરાનથી ઘણું આગળ છે. કહેવાય છે કે, તેની તાલિમ પણ ગજબની છે. યુદ્ધો માત્ર સંખ્યાથી નથી જીતાતા, તાલિમથી જીતાય છે.

ઈરાન તેના યુરેનિયમને અપગ્રેડ કરી રહ્યું છે છતાં એટમ બોમ્બ બનાવી શક્યું નથી, જ્યારે ઈઝરાયલ ૮૦ પરમાણુ બોમ્બ ધરાવે છે, તેની સંખ્યા વધારી પણ રહ્યું છે.

વિશ્વ આશા રાખે છે કે, ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીધુ યુદ્ધ ન થાય, નહીં તો ઈઝરાયલ તરફે અમેરિકા અને તેના સાથી રાષ્ટ્રો આવે, ઈરાન તરફે રશિયા-ચીન અને ઉ.કોરિયાના 'ધરી' રાષ્ટ્રો આવે.

ગોડ-સવે-અસ-ઓલ.


Google NewsGoogle News