આ શાપિત વાધ્ય જે કોઇ વગાડશે તો થઇ જશે વિશ્વયુધ્ધ, કોઇ બચશે નહી, જાણો શું છે હકીકત

૧૯૨૨માં ખોદકામ દરમિયાન તૂતનખામૂનના મકબરામાંથી મળી આવ્યું હતું

૮૪ વર્ષ પહેલા પ્રથમ વાર વગાડાયું ત્યારે બીજુ વિશ્વયુધ્ધ ફાટી નિકળ્યું હતું

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
આ શાપિત વાધ્ય જે કોઇ વગાડશે તો થઇ જશે  વિશ્વયુધ્ધ, કોઇ બચશે નહી, જાણો શું છે હકીકત 1 - image


કેરો, ૩૦ નવેમ્બર,૨૦૨૩,ગુરુવાર 

ઇજિપ્ત એટલે મમીઓનો પ્રાચીન દેશ. આ દેશનો પ્રાચીન વારસો માનવ ઇતિહાસ સાચવીને બેઠો છે. ઇતિહાસના પાને તૂતનખામૂનનું નામ જાણીતું છે. ઇજિપ્તના આ રાજાનો મકબરો ૨૦ મી સદીમાં ખોદીને શોધવામાં આવ્યો હતો. આ મકબરામાંથી કેટલીક ચીજ વસ્તુઓ મળી આવી હતી જેમાં સોનાનું તાબૂત, તૂતનખામૂનનો બિસ્તર,લાકડી વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત જેની આજે પણ ચર્ચા ચાલે છે એ સંગીત વાધ્ય હોર્ન (તુરહી) પણ મળ્યું હતું. 

આ સંગીતને કેટલાક યુધ્ધ સાથે સંકળાયેલું સંગીત સાધન ગણતા હતા જે છેલ્લા ૩૦૦૦ વર્ષથી મૌન હતું. ૧૯૨૨માં પુરાતત્વવિદ્ હોવર્ડ કાર્ટરે તૂતનખામુન મકબરાની શોધ કરી હતી. આ સંગીત વાધ્યને દુનિયાનું સૌથી પ્રાચીન વાધ્ય ગણવામાં આવે છે. વાધ્ય તૈયાર કરવામાં તાંબુ,ચાંદી અને લાકડાનો ઉપયોગ થયો છે. તેના પર પ્રાચીન મિસર દેવતાની તસ્વીર કંડારવામાં આવી છે. 

આ શાપિત વાધ્ય જે કોઇ વગાડશે તો થઇ જશે  વિશ્વયુધ્ધ, કોઇ બચશે નહી, જાણો શું છે હકીકત 2 - image

આ હોર્નને ૮૪ વર્ષ પહેલા પ્રથમવાર જ ફૂંકીને વગાડવામાં આવ્યું કે થોડાક જ સમયમાં વિશ્વયુધ્ધ ફાટી નિકળ્યું હતું. આ હોર્નનું પ્રસારણ કરવામાં આવ્યું જેને ૧૫ કરોડ લોકોએ સાંભળ્યું હતું.  ન્યૂઝ સર્વિસ બીબીસી દ્વારા રેકોર્ડિગ ધ્વનીને પ્રસારિત કરવામાં આવ્યો હતો. ફરી કેટલાક લોકો માનવા લાગ્યા કે તુતનેખામેનનું સંગીત વગાડવાથી જ   જ આ સંજોગો ઉભા થાય છે. સંગીત વગાડયા પછી બીજુ વિશ્વયુધ્ધ ફાટી નિકળ્યું જેમાં  ૮ કરોડ લોકોના મુત્યુ થયા હતા. 

આ હોર્નમાં એવી કોઇ જાદૂઇ શકિત છે જેનાથી યુધ્ધની નોબત આવે છે. કેટલાક માને છે કે આ એક સંગીત વાધ્ય છે તેના અવાજને યુધ્ધ સાથે કોઇ લેવા દેવા નથી. એક માહિતી એવી પણ છે કે ૧૯૯૦માં હોર્નને વગાડવામાં આવ્યું ત્યાર પછી જ ઇરાક અને અમેરિકા વચ્ચે ગલ્ફવોર (ખાડી યુધ્ધ) થયું હતું. 


Google NewsGoogle News