પાર્ટનર ન મળ્યો તો મહિલાએ ખુદ સાથે કર્યા લગ્ન, કર્યું ગ્રાન્ડ સેલિબ્રેશન, ખર્ચ કર્યા લાખો રૂપિયા

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
પાર્ટનર ન મળ્યો તો મહિલાએ ખુદ સાથે કર્યા લગ્ન, કર્યું ગ્રાન્ડ સેલિબ્રેશન, ખર્ચ કર્યા લાખો રૂપિયા 1 - image


                                                          Image Source: Freepik

લંડન, તા. 14 ઓક્ટોબર 2023 શનિવાર

યુનાઈટેડ કિંગડમની રહેવાસી 42 વર્ષીય મહિલા સારા વિલ્કિંસને એક અનોખી મિસાલ રજૂ કરી છે. સારાએ પોતાના ડ્રીમ વેડિંગ માટે છેલ્લા 20 વર્ષથી બચત કરી હતી, પરંતુ આખરે જ્યારે તેને પોતાનો પાર્ટનર ન મળ્યો તો તેણે પોતાના મનનું સાભળ્યુ અને એક ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું. આ સેલિબ્રેશનમાં દુલ્હન બનેલી સારાએ પોતાની સાથે જ લગ્ન કર્યા અને પોતાના આ ખાસ દિવસને ખુલ્લા મને એન્જોય કર્યો. રિપોર્ટ અનુસાર ફેલિક્સસ્ટોવે, સફોલ્કમાં હાર્વેસ્ટ હાઉસમાં પોતાના મિત્રો સાથે તેમણે આ ખાસ દિવસને સેલિબ્રેટ કર્યો.

લગ્નમાં 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા

ક્રેડિટ કંટ્રોલર તરીકે કામ કરનાર સારા વિલ્કિંસને જણાવ્યુ કે આ મારા માટે એક વ્હાલો દિવસ હતો, જેમાં હું સેન્ટર ઓફ એટ્રેક્શનમાં હતી. તેમણે આગળ કહ્યુ, સમારોહ એક સત્તાવાર લગ્નનો નહોતો, પરંતુ મારા લગ્નનો હતો. મને લાગે છે કે તમે તે પોઈન્ટ પર પહોંચી ગયા છો જ્યાં તમે વિચારો છો, હોઈ શકે કે મારી પાસે એક સાથીનો સાથ ન હોય, પરંતુ મારે શા માટે ચૂકવુ જોઈએ? તે રૂપિયા મારા લગ્ન માટે બચાવીને રાખવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ તે વસ્તુ માટે કેમ ન કરવામાં આવે જે હું કરવા માંગુ છુ.

ખાસ મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે લગ્ન

સારાએ કહ્યુ કે તેમણે દર મહિને બચત કર્યા બાદ પોતાના લગ્નની સેરેમની માટે 10,000 પાઉન્ડ (10,11,421 રૂપિયા) ખર્ચ કર્યા. 30 સપ્ટેમ્બરે થયેલા સમારોહ દરમિયાન તેમના 40 સૌથી પ્રિય મિત્ર અને પરિવારના લોકો સામેલ થયા. બાદમાં સાંજે, રસ્તાની પાર ટેનિસ ક્લબમાં અન્ય 40 લોકો સેલિબ્રેશનમાં સામેલ થયા.  


Google NewsGoogle News