Get The App

ઈઝરાયેલ એક અણી જેટલું પણ આક્રમણ કરશે તો તેનો જબરજસ્ત વળતો જવાબ અપાશે : ઇરાન

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
ઈઝરાયેલ એક અણી જેટલું પણ આક્રમણ કરશે તો તેનો જબરજસ્ત વળતો જવાબ અપાશે : ઇરાન 1 - image


- ઈઝરાયેલ-ઇરાન બંનેના નેતાઓ ઝનૂને ભરાયા છે : પાગલ થયા છે

- સંયમ રાખવાની પશ્ચિમની સલાહ નેતન્યાહૂ ગણકારતા નથી : તેઓ ઇરાન પર વેર વાળવા તૈયારીઓ કરી રહ્યા છે

નવી દિલ્હી : ઈઝરાયલ-હમાસ યુદ્ધ હવે ઈઝરાયલ-ઇરાન યુદ્ધ સુધી પહોંચી ગયું છે. બંનેના નેતાઓ - ઈઝરાયલ -ઇરાનના નેતાઓ ઝનૂને ભરાયા છે. ઝનૂને તેમને પાગલ કરી દીધા છે. મધ્ય પૂર્વ ભડકે બળવાની કગાર પર છે.

ઇરાનના સર્વેસર્વા ઇબ્રાહીમ રાયસીએ જાહેર કરી દીધું છે કે, ઈઝરાયલ એક અણી જેટલું પણ આક્રમણ કરશે તો ઇરાન તેનો જબરજસ્ત વળતો જવાબ આપશે.

તે સર્વવિદિત છે કે ઇરાનની શીરીયાનાં પાટનગર દમાસ્કમાં આવેલી એમ્બસી ઉપર ઈઝરાયલે મિસાઇલ અને વાયુ દળ દ્વારા કરેલા હુમલામાં ઇરાનના બે લેફટેનન્ટ જનરલ સહિત કુલ ૧૨ લોકોના મોત થયા હતાં. તેનો બદલો લેવા ઇરાને ઈઝરાયલ ઉપર ૧૩ એપ્રિલે ૩૦૦ મિસાઇલ્સ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. તેનો બદલો લેવા ઈઝરાયલે શપથ લીધા છે. બીજી તરફ ઈઝરાયલને સંયમ જાળવવા ઇંગ્લેન્ડ અને જર્મનીના વિદેશ મંત્રીઓ સહિત પશ્ચિમના દેશોએ અપીલ કરી છે. પરંતુ નેતન્યાહૂ એટલા ઝનૂને ભરાયા છે કે તેઓ પશ્ચિમના દેશોની સલાહ સાંભળવા પણ તૈયાર નથી. જો કે હજી ઈઝરાયલે હુમલા શરૂ કર્યા નથી.

આ અંગે એક વરિષ્ટ અમેરિકી અધિકારીએ કહ્યું હતું કે, આ મહિનાની ૨૨મીથી ૩૦મી તારીખ સુધી ચાલનારા પાસ-ઓવર નામક યહૂદીઓના ઉત્સવ પછી ઈઝરાયલ હુમલો કરે તેવી શક્યતા છે. આથી બનહંસ (જર્મની) જેવી કેટલીએ વિમાન સેવાઓ તેમના ઈઝરાયલ પરના ઉડ્ડયનો બંધ રાખ્યા છે.

અમેરિકા ઈઝરાયલને સંયમ રાખવા કહે છે, તો બીજી તરફ ૪ અબજ ડોલરની લશ્કરી સહાય આપવાનું છે જે ઈઝરાયલની ડીફેન્સ સીસ્ટીમને પ્રબળ બનાવશે. જો કે ગાઝા માટે તેણે ૨૬ અબજ ડોલરની માનવીય સહાય પણ મંજૂર કરી છે, તેમ અમેરિકાના હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્ઝના અધ્યક્ષ માઇક જહોન્સને કહ્યું હતું. તેવો આ સાથે યુક્રેન માટે પણ પેકેજ જાહેર કર્યું હતું પરંતુ તે ઘણું ઓછું છે.


Google NewsGoogle News