Get The App

યુએસમાં હાલમાં ચુંટણી યોજાય તો ટ્રમ્પ કરતા કમલા હેરિસ આગળ, વોશિગ્ટન પોસ્ટના સર્વેમાં દાવો

બાયડન ખસી જતા કમલા હેરિસની લોકપ્રિયતા સતત વધી છે

કમલા વિસ્કોન્સિન અને પેનિસિલ્વેનિયામાં સરસાઇ ધરાવે છે

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
યુએસમાં હાલમાં ચુંટણી યોજાય તો ટ્રમ્પ કરતા કમલા હેરિસ આગળ, વોશિગ્ટન પોસ્ટના સર્વેમાં દાવો 1 - image


ન્યૂયોર્ક,૧૬ ઓગસ્ટ,૨૦૨૪,શુક્રવાર 

અમેરિકામાં વર્ષ ૨૦૨૪ના ઉતરાર્ધમાં યોજાનારી ચુંટણીમાં ડેમોક્રેટિકસ ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લીક ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટકકર થશે. વર્તમાન પ્રેસિડેન્ટ જો બાયડને ચુંટણીની રેસમાંથી ખસી જતા ઉપ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ચુંટણી જીતીને પ્રેસિડેન્ટ બનવાની તક મળી છે. અમેરિકાના સમાચારપત્ર 'વોશિંગ્ટન પોસ્ટ'ના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્તમાન સમયમાં અમેરિકામાં ચુંટણી થાય તો કમલા હેરિસ અમેરિકાની ચુંટણી જીતી શકે છે.

સર્વમાં કમલા હેરિસ સૌથી લોકપ્રિય ઉમેદવાર છે. બાયડને ઉમેદવાર તરીકે પોતાનું નામ પાછું ખેંચી લીધા પછી કમલા હેરિસની લોકપ્રિયતા સતત વધી રહી છે. ટ્રમ્પ કરતા સતત આગળ જણાય છે.સમાચારપત્રના જણાવ્યા અનુસાર કમલા વિસ્કોન્સિન અને પેનિસિલ્વેનિયામાં સરસાઇ ધરાવે છે. મિનિગનમાં ટ્રમ્પની સરખામણીમાં ૧ ટકા તફાવતથી આગળ છે.

યુએસમાં હાલમાં ચુંટણી યોજાય તો ટ્રમ્પ કરતા કમલા હેરિસ આગળ, વોશિગ્ટન પોસ્ટના સર્વેમાં દાવો 2 - image

હેરિસ ઇલેકટોરલ કોલેજ ટેલીમાં ટ્રમ્પ કરતા પાછળ જણાતા હોવા થકાં ટ્રમ્પની સરખામણીમાં રાષ્ટ્રપતિ પદ મેળવે તેવો માહોલ ઉભો થઇ રહયો છે.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કમાં ગુપ્ત નાણા હેરાફેરીના અપરાધિક કેસનો ચુકાદો નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચુંટણી યોજાય તેવો અદાલતને અનુરોધ કર્યો છે.

ટ્રમ્પના રિપબ્લીકન વકિલે પણ ભલામણ કરી છે કે ચુંટણીના થોડાક સપ્તહો પહેલા ટ્રમ્પના કેસનો ચુકાદો આપવોએ ચુંટણીમાં હસ્તક્ષેપ કરવા જેવું ગણાશે. આથી ૧૮ સપ્ટેમ્બરના રોજનો ચુકાદો મોકુફ રાખવો જોઇએ. વધારે પડતી ઉતાવળ કરવાનો કોઇ આધાર પણ નથી. આગામી સમયમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચુંટણી પ્રચાર દરમિયાન કાંટાની ટક્કર જોવા મળે તેવી શકયતા છે.


Google NewsGoogle News