ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો વિશ્વ અર્થતંત્ર પર અસર પડશે : IMF અને વર્લ્ડ બેન્ક ચિંતાતુર
- વૈશ્વિક અર્થતંત્રમાં ઘટી રહેલો વિકાસ, ભારે દેવાં, અને સતત વધતાં યુદ્ધો, બંને વિશ્વ સંસ્થાઓની બેઠકમાં મુખ્ય મુદ્દાઓ
વૉશિંગ્ટન : વૈશ્વિક અર્થતંત્રમાં ઘટી રહેલો વિકાસ, ભારે દેવાં અને સતત વધતાં યુદ્ધો બંને વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓની સંયુક્ત બેઠકમાં મુખ્ય મુદ્દાઓ બની રહ્યા હતા. પરંતુ, આ બંને સંસ્થાઓની બેઠકમાં મહત્ત્વનો મુદ્દો તો જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિજયી થશે તો તેની વૈશ્વિક અર્થતંત્ર પર શી અસર થશે ? તે જ બની રહ્યો હતો.
તાજેતરના એક પ્રિ-પોલ સર્વેમાં રીપબ્લિકન ટ્રમ્પ, ડેમોક્રેટ ઉમેદવાર હેરિસ કરતાં આગળ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તે બંને વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ ઉપરાંત નાણાંકીય બાબતો સાથે સંકળાયેલા દુનિયાના દેશોના અધિકારીઓ, સેન્ટ્રલ બેન્કર્સ અને સિવિલ સોસાયટી ગૂ્રપના અગ્રણીઓએ ગત સપ્તાહે વૉશિંગ્ટનમાં યોજાયેલી તે વૈશ્વિક સંસ્થાઓની પરિષદમાં ભાગ લીધો હતો. તેઓએ પણ ટ્રમ્પના વિજયની સંભાવનાઓ જોતાં ટ્રમ્પ જો અમેરિકાના પ્રમુખ બને તો તેઓ ટેરિફમાં ભારે મોટો વધારો કરશે તેવી નિશ્ચિત ભીતિ સેવાઈ રહી છે. સાથે તેઓ ટ્રિલિયન્સ ઓફ ડોલર્સનું ડેટ-ઈસ્યુઅન્સ (નોટો છાપવાનું) વધારી દેશે, અને ફોસિલ ફયુઅલ (પેટ્રોલ વ.)નું ઉત્પાદન વધારે તેવી આશંકા છે. આથી પર્યાવરણને નુકસાન થશે જ પરંતુ તેની તેઓ ચિંતા કરે તેવા નથી. આ ભારે મોટી ભીતિ છે.
બેન્ક ઓફ જાપાનના ગવર્નર કાઝુઓ યુએડા કહ્યું હતું કે, (અમેરિકાના) પ્રમુખ કોણ થશે તે અંગે ભારે અનિશ્ચિતતા વ્યાપે છે. સાથે નવા પ્રમુખની નીતિઓ શી હશે તેની પણ સૌ ચિંતા કરી રહ્યાં છે.
એક અન્ય બેન્કે પોતાનું નામ નહીં જણાવવાની શરતે સ્પષ્ટ કહ્યું હતું કે, એવું લાગે છે કે ટ્રમ્પ વિજયી થશે. આ વાત જ આંચકાજનક છે.
ટ્રમ્પે દરેક દેશમાંથી થતી આયાતો ઉપર ૧૦% ટેરીફ લગાડવાની અને ચીનમાંથી થતી આયાતો ઉપર સીધો ૬૦ ટકા ટેરીફ (આયાત-કર) લગાડવા કહ્યું છે.
જર્મનીના નાણાં પ્રધાન ક્રિશ્ચિયન લિન્ડનેરે પત્રકારોને શુક્રવારે કહ્યું હતું કે અમેરિકા-યુરોપનાં વ્યાપાર-યુદ્ધમાં બંને લૂઝર્સ હશે.
આથી વિરુદ્ધ જો કમલા પ્રમુખ બને તો તેઓ બાયડેનની નીતિ ચાલુ રાખે તે વધુ સંભવિત છે. બાયડેન બહુ આયામી સરકારમાં માને છે. કમલા તેને અનુસરશે, જોકે તેઓ પણ બાયડેનની જેમ કોર્પોરેટ-ટેક્ષ ડેટ રીલીફ, ડેવલપમેન્ટ બેન્ક રીફાર્મસ તો કરશે જ પરંતુ તે ટ્રમ્પ કરતાં ઘણાં ઓછા હશે.