Israel Hamas War : હમાસના આતંકવાદીઓ પાસેથી હથિયારો, ગ્રેનેડ-રોકેટ્સ જપ્ત કર્યા, IDFએ ટ્વીટ કરી આપી માહિતી

હથિયારોનો ઉપયોગ ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરવા માટે કરવામાં આવ્યો : IDF

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
Israel Hamas War : હમાસના આતંકવાદીઓ પાસેથી હથિયારો, ગ્રેનેડ-રોકેટ્સ જપ્ત કર્યા, IDFએ ટ્વીટ કરી આપી માહિતી 1 - image


Israel Hamas War :  ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે.

ઈઝરાયેલ ડિફેન્સે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી

ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં એક મહિના કરતા પણ વધારે દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ યુદ્ધમાં ગાઝાના ઘણા વિસ્તારો ખંડેર બન્યા છે અને મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો છે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધને લીધે ગાઝા પટ્ટીમાં લગભગ 15 લાખ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે ત્યારે હવે યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ X (અગાઉનું ટ્વીટર) પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે 1,493 હેન્ડ ગ્રેનેડ અને વિસ્ફોટકો, 760 આરપીજી, 427 વિસ્ફોટક બેલ્ટ, 375 અગ્નિ હથિયારો, 106 રોકેટ અને મિસાઈલ મળી આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ એવા કેટલાક હથિયારો છે જેનો ઉપયોગ 1,400થી વધુ ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરવા માટે કરવામાં આવ્યો હતો. આ હથિયારોનો ઉપયોગ નિર્દોષોને મારવા માટે કરવામાં આવ્યો છે.

અમેરિકાએ નેતન્યાહુને ચેતવણી આપી

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈઝરાયેલને ચેતવણી આપી છે. અમેરિકાએ ઈઝરાયેલને ગાઝા પર ફરીથી કબજો કરવા સામે ચેતવણી આપતા કહ્યું કે આવું કરવું ઈઝરાયેલ માટે સારું નહીં હોય.

Israel Hamas War : હમાસના આતંકવાદીઓ પાસેથી હથિયારો, ગ્રેનેડ-રોકેટ્સ જપ્ત કર્યા, IDFએ ટ્વીટ કરી આપી માહિતી 2 - image


Google NewsGoogle News