IDFના હુમલામાં હમાસના નવા ચીફ સિનવારની હત્યાની આશંકા, ઈઝરાયલે મોસાદને સોંપ્યું આ કામ
Image Source: Twitter
Israel Hamas War: હમાસનો ખાતમો કરવાની કસમ ખાનાર ઈઝરાયલ સતત ગાઝા પર બોમ્બમારો કરી રહ્યું છે. ઈઝરાયેલે ગાઝાને ખંડેરમાં ફેરવી દીધું છે. સેંકડો હમાસના લડાકુઓને મોતને ઘાટ ઉતારનાર ઈઝરાયલી સેના ઈરાનમાં હમાસના પૂર્વ ચીફ ઈસ્માઈલ હાનિયાની પણ હત્યા કરી નાખી છે. જોકે, એવા પણ સમાચાર વહેતા થયા છે કે, એક હુમલામાં હમાસનો નવો ચીફ યાહ્યા સિનવાર પણ માર્યો ગયો છે.
શું હમાસનો નવો ચીફ સિનવાર માર્યો ગયો
હવે ઈઝરાયલે છેલ્લા દિવસોમાં હમાસની એક સ્કૂલને નિશાન બનાવી હતી, તેમાં 20થી વધુ પેલેસ્ટિનિયન લોકો માર્યા ગયા હતા. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, આ IDF હુમલામાં હમાસનો નવો ચીફ યાહ્યા સિનવાર (Hamas chief Yahya Sinwar) પણ માર્યો ગયો. જોકે, તેની પુષ્ટિ નથી થઈ. ઈઝરાયલી મીડિયાએ જણાવ્યું કે, ખુદ પીએમ નેતન્યાહૂને પણ આ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો.
મોસાદને સોંપ્યું આ કામ
હવે નેતન્યાહૂએ મોસાદ અને પોતાની બીજી એજન્સીઓને આ કામ પર લગાવી દીધી છે કે, તેઓ એ કન્ફર્મ કરે કે, સિનવાર માર્યો ગયો કે નહી. વાસ્તવમાં સિનવારના અચાનક ગાયબ થઈ જવાથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, તે ઈઝરાયલી સેનાના હુમલામાં માર્યો ગયો.
ઈઝરાયલી સુરક્ષા એજન્સીએ શું કર્યો દાવો?
ઈઝરાયેલી મીડિયાએ દાવો કર્યો છે કે ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓ સિનવાર અંગે જાણવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, એવું પણ સામે આવ્યું છે કે સુરક્ષા એજન્સી શિન બેટે રિપોર્ટ આપ્યો છે કે, સિનવાર હજુ પણ જીવિત છે. ઘણા સુરક્ષા અધિકારીઓના સિનવાર મૃત હોવાના કોઈપણ દાવા હાલમાં અટકળો છે અને તેનો કોઈ ઠોસ આધાર નથી.
અધિકારીઓનું એવું પણ કહેવું છે કે, ઈઝરાયલે એ વિસ્તારોમાં પણ સુરંગો પર બોમ્બમારો કર્યો હતો જ્યાં સિનવારના છુપાયો હોવાનું અનુમાન હતું. પરંતુ એ વાતનો કોઈ ઠોસ પુરાવો નથી કે તેને કંઈ નુકસાન પહોંચ્યું છે કે તે માર્યો ગયો છે.