Get The App

Israel-Hamas war | ઈઝરાયલી સૈન્ય ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાં પ્રવેશ્યું, હમાસનું છે કમાન્ડ સેન્ટર

અહીં હમાસે હથિયારો અને બંધકોને છુપાવી રાખ્યા હોવાનો દાવો

અમેરિકાએ પણ ઈઝરાયલના આ દાવાની પુષ્ટી કરી છે

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
Israel-Hamas war | ઈઝરાયલી સૈન્ય ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાં પ્રવેશ્યું, હમાસનું છે કમાન્ડ સેન્ટર 1 - image


Israel vs Hamas war | ઇઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે ઇઝરાયલી સૈનિકો ગાઝા પટ્ટીની સૌથી મોટી હોસ્પિટલમાં અલ-શિફા હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી મળી રહી છે. હવે હમાસનું કમાન્ડ સેન્ટર ઇઝરાયલી સૈનિકોના નિશાના પર છે. ઈઝરાયેલનો દાવો છે કે અલ-શિફા હોસ્પિટલ નીચે હમાસનું કમાન્ડ સેન્ટર છે. હમાસની સાથે પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદના આતંકવાદીઓ તેનો ઉપયોગ હથિયારો અને બંધકોને છુપાવી રાખવા માટે કરી રહ્યા છે.

વ્હાઈટ હાઉસે શું કહ્યું? 

વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ પણ ઈઝરાયલના દાવાને એમ કહીને મજબૂત કર્યો છે કે અલ-શિફા હોસ્પિટલની નીચે હમાસના આતંકીઓ અને હથિયારોનું ગોડાઉન પણ છે. કિર્બીએ કહ્યું છે કે માત્ર હમાસ જ નહીં, પેલેસ્ટાઈનનું આતંકવાદી સંગઠન પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ પણ અલ-શિફા હોસ્પિટલનો ઉપયોગ કરી રહ્યું છે. આ હોસ્પિટલની નીચે કમાન્ડ સેન્ટરમાં હથિયારોનો સંગ્રહ રાખવામાં આવ્યો છે, અહીં બંધકોને પણ રાખવામાં આવ્યા હોઈ શકે છે. 

Israel-Hamas war | ઈઝરાયલી સૈન્ય ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાં પ્રવેશ્યું, હમાસનું છે કમાન્ડ સેન્ટર 2 - image


Google NewsGoogle News