આઇસલેંડમાં ૪ મહિનામાં ચોથી વાર ફાટયો જવાળામુખી, લાવા ગ્રિંડવિક શહેરની નજીક
ઉકળતો મેગ્મા પૃથ્વીની અંદરથી બહાર નિકળી રહયો છે.
લોકો જવાળામુખીના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર
રેકજાવિક,૧૮ માર્ચ,૨૦૨૪,સોમવાર
યુરોપના આઇસલેન્ડ દેશના દક્ષિણી ભાગમાં છેલ્લા ૪ મહિનામાં ચોથી વાર જવાળામુખી ફાટવાની ઘટના બની છે. તાજેતરમાં પ્રાયદ્વીપમાં ફરી એક મોટો જવાળામુખી વિસ્ફોટ થતા ઇમરજન્સી લાદવાની ફરજ પડી હતી. અત્યાર સુધીનો સૌથી મોટો જવાળામુખી પ્રક્રોપ હોવાનું માનવામાં આવે છે. ૧૬ માર્ચના રોજ સ્થાનિક સમય અનુસાર વિસ્ફોટ સ્થાનીય સમય અનુસાર સાંજે ૮ વાગે હોગાફેલ અને સ્ટોરા સ્કોંગફેલની વચ્ચે થયો હતો.
વિસ્ફોટ સ્થળ આઇસલેડના પાટનગર રેકજાવિકથી ૫૦ કિમી દૂર ગ્રેડાવિક પાસે હતું. એક અહેવાલ અનુસાર જવાળામુખીના લાવા વહીને ગ્રિડવિક શહેરની નજીક પહોંચી ગયો છે. લાવા શહેરના પૂર્વ ભાગમાં પ્રોેટેકશન વોલ સુધી અસર જોવા મળે છે. આથી તકેદારીના ભાગરુપે ગ્રીંડવિક શહેરને ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ગ્રીંડવિક દક્ષિણ પશ્ચિમમાં ૩૮૦૦ લોકોની વસ્તી ધરાવતું તટિય શહેર છે.
ફિનલેંડમાં અનેક સક્રિય જવાળામુખી આવેલા છે. આ પ્રકારની આફતોનો સામનો કરવા માટેનો લોકો અનુભવ પણ ધરાવે છે. અગાઉ પણ સ્વાર્ટસેગી નામનો જવાળામુખી ૮૦૦ વર્ષ પછી ફાટયો ત્યારે પણ ગ્રીંડવિક ખાલી કરવામાં આવ્યું હતું. વિસ્ફોટ પછી ધૂમાડાના વાદળો અને ઉકળતો મેગ્મા પૃથ્વીની અંદરથી બહાર નિકળો રહયો છે.
ગ્રિડાવિકના કેફલાવિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને બીજા નાના રનવે પર આની કોઇ જ અસર થઇ નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જિયો થર્મલ સ્પા થોડાક કલાકો પછી શાંત પડશે. ગત ડિસેમ્બર મહિનામાં રેજેંસ પ્રાયદ્વીપમાં પ્રથમવાર વોલ્કિનો બ્લાસ્ટની ઘટના બની હતી. ગ્રિંડવિંક વાસીઓ છેલ્લા ૩ મહિનાથી જવાળામુખીના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે.