1 કલાકમાં 1000થી વધુ ભૂકંપના આંચકા, આ જગ્યા પર હડકંપ મચ્યો! બંધ કરવું પડ્યું ફેમસ ટૂરિસ્ટ સ્પૉટ
દુનિયાભરમાં ભૂકંપના કારણે લાખો લોકોએ પોતાનોઓ જીવ ગુમાવ્યો છે.
યુરોપમાં આવેલી આ જગ્યાએ મત્ર એક કે નહિ પણ હજારોની સંખ્યામાં ભૂકંપ આવે છે
Iceland Blue Lagoon: વિશ્વના વિવિધ ભાગોમાં ધરતીકંપ આવતા રહે છે. જેના કારણે તબાહી મચાય છે. તાજેતરના દિવસોમાં દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, અહીં આવેલા ભૂકંપ દિવસમાં માત્ર એક જ વાર નોંધાયો હતો. પરંતુ એક એવી જગ્યા છે જ્યાં 1000 થી વધુ વખત ભૂકંપ આવ્યો છે. જેના કારણે આ જગ્યા સંપૂર્ણપણે બંધ કરવી પડી હતી. તે છે યુરોપિયન દેશ આઇસલેન્ડમાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ બ્લુલગૂન. જેને 16 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આઇસલેન્ડના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન રેકજેનેસ પેનિનસુલા વિસ્તારમાં લગભગ 1400 ભૂકંપ નોંધાયા છે. તેમાંથી સાત ભૂકંપ એવા હતા કે તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર કે તેથી વધુ માપવામાં આવી હતી. જે જગ્યાએ ભૂકંપ આવે છે ત્યાં બ્લુ લગૂન પણ છે.
ભૂકંપગ્રસ્ત વિસ્તાર કેવો છે?
રેકજેન્સ પેનિનસુલા પ્રદેશ આઇસલેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે અને પશ્ચિમમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરની સામે આવેલો છે. રાજધાની રેકજાવિકથી તેનું અંતર 50 મિનીટ સુધીનું છે. બ્લુ લગૂન સિવાય દેશનું મુખ્ય એરપોર્ટ કેફલાવિક ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અહીં આવેલું છે. આઇસલેન્ડ વિશ્વમાં જ્વાળામુખી માટે સૌથી જાણીતું સ્થળ છે. આ દ્વીપકલ્પમાં ખીણો, લાવાના ક્ષેત્રો અને શંકુ વિસ્તારો જોવા મળે છે.
Iceland’s Blue Lagoon closed as it gets hit by around 1400 earthquakes in 24 hours. pic.twitter.com/dteMQWuEGp
— Soumyadeep Dey 𝕏 (@iSoumyadeepDey) November 11, 2023
તે પ્રખ્યાત શા માટે છે?
બ્લુ લગૂન રેક્જેનેસ પર આવેલો છે અને રાજધાનીથી 50 જ મીનીટના અંતરે છે. 25 મોર્ડન વન્ડરમાં તેનો સમાવેશ નેશનલ જીઓગ્રાફી દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્યાં મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ દુનિયાનું સૈથી મોટું જીયોથર્મલ મિનરલ બાથ છે. દુનિયાભરના પર્યટકોને આકર્ષતા જીઓથર્મલ પુલ્સ
અહી આવેલા છે. સામાન્યરીતે ત્યાં ખુબ જ ઠંડી પડે છે, પરંતુ બ્લુ લગૂન કેટલાક ખાસ તત્વોથી ભરેલા સ્પા તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે તેના પાણીમાં ત્વચા સંબંધિત રોગોને દૂર કરવાની ક્ષમતા હોય છે. લગૂનનું પાણી વાદળી છે અને તેમાંથી વરાળ નીકળતી રહે છે. જે લોકોને ત્વચા સંબંધિત બીમારીઓ છે તેઓ આ આશા સાથે અહીં આવવાનું પસંદ કરે છે કે તેમનું સ્વાસ્થ્ય સારું થઈ જશે.