Get The App

નેતન્યાહુ વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર: અમેરિકા નારાજ, ટ્રુડોએ કહ્યું-કેનેડા કરશે ધરપકડ

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
નેતન્યાહુ વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર: અમેરિકા નારાજ, ટ્રુડોએ કહ્યું-કેનેડા કરશે ધરપકડ 1 - image


Arrest warrants issued for Israeli PM Netanyahu: ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)માં યુદ્ધ અપરાધના આરોપોનો સામનો કરી રહેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ધરપકડ માટે વોરન્ટ જાહેર કરાયું છે. હવે મુદ્દો એ છે કે તેની ધરપકડ ક્યારે, ક્યાં અને કેવી રીતે થશે? આ ઉપરાંત ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ધરપકડના આદેશ પર પશ્ચિમી દેશો એકબીજામાં વહેંચાયેલા જણાય છે. કેટલાક દેશોએ તો એમ પણ કહ્યું છે કે જો નેતન્યાહુ પણ તેમના દેશમાં પગ મૂકશે તો તેઓ તેમની ધરપકડ કરાશે.

આ મામલે અમેરિકાએ વાંધો ઊઠાવ્યો

અહેવાલો અનુસાર, અમેરિકાએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે ધરપકડ વોરન્ટ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરેન જીન પિયરે કોર્ટની નિર્ણય લેવાની પ્રક્રિયા પર સવાલ ઊઠાવ્યા છે.નોંધનીય છે કે, અમેરિકા આઈસીસીનો સભ્ય દેશ નથી.

જસ્ટિન ટ્રુડોએ કહ્યું- અમે નેતન્યાહુની ધરપકડ કરીશું

બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે, 'આઈસીસીના સભ્ય હોવાને કારણે હું નિયમોનું પાલન કરીશ. જો નેતન્યાહુ કેનેડા આવશે, તો અમે તેમની તાત્કાલિક ધરપકડ કરીશું. 

કેનેડા, નેધરલેન્ડ અને ઈટાલીએ પણ કહ્યું છે કે જો નેતન્યાહુ તેમના દેશમાં પ્રવેશ કરશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. નેધરલેન્ડના વિદેશ મંત્રી કેસ્પરે કહ્યું કે, 'અમે નિયમોનું 100% પાલન કરીશું અને નેતન્યાહુ ડચની ધરતી પર પગ મૂકતાની સાથે જ તેની ધરપકડ કરાશે.'

નેતન્યાહુ પર પક્ષપાતનો આરોપ

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના જજ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. તેમજ આરોપોને પાયાવિહોણા ગણાવતા તેમણે કહ્યું છે કે, 'ICC બંધારણીય રીતે ચૂંટાયેલા વડાપ્રધાન પર ખોટા આરોપો લગાવી રહી છે. અમે સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા નથી. તેના બદલે, અમે જાનહાનિ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટે, ચેતવણી આપવા માટે ઘણાં પગલાં પણ લેવામાં આવે છે. અમે ભવિષ્યમાં પણ આ રીતે અમારું કાર્ય ચાલુ રાખીશું.'

આ પણ વાંચો: કંગાળ થઈ રહ્યું છે કેનેડા! બાળકોના પેટ ભરવા 25 ટકા માતા-પિતાએ ભોજનમાં કાપ મૂક્યો: રિપોર્ટ


ઉલ્લેખનીય છે કે, આઈસીસીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ગેલન્ટ પર માનવતા વિરુદ્ધના ગુનાઓ, જેમાં હત્યા, હેરાનગતિ અને અમાનવીય કૃત્યોનો સમાવેશ થાય છે. એવા આક્ષેપો છે કે ઈઝરાયલે ગાઝામાં નાગરિકોને ભોજન, પાણી અને તબીબી સહાય જેવા આવશ્યક પુરવઠો પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે બાળકોના મોત અને ઘણાં લોકોને તકલીફ પડી છે.

નેતન્યાહુ વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર: અમેરિકા નારાજ, ટ્રુડોએ કહ્યું-કેનેડા કરશે ધરપકડ 2 - image


Google NewsGoogle News