ડોનાલ્ડ ટ્રમ્પ જો ચૂંટણી લડવાના ન હોત તો હું આ ચૂંટણીમાં ઊભો રહ્યો ન હોત : જો બાયડેન
- આપણે ચૂંટણીમાં ટ્રમ્પને જીતવા દેવા ન જોઇએ : બોસ્ટનમાં ડેમોક્રેટિક ડોનર્સની ગ્રૂપ મીટિંગમાં બાયડેને મનની વાત કહી
બોસ્ટન : અમેરિકાના પ્રમુખ જો બાયડેને કહ્યું હતું કે જો આગામી વર્ષની પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઊભા રહેવાના ન હોત તો તેઓ પણ નિવૃત્તિ જ લઇ લેત, અને માત્ર એક જ ટર્મ પૂરતા પ્રમુખ પદે રહ્યા હોત. બોસ્ટનમાં ડેમોકેટ ડોનર્સની ગુ્રપ મીટીંગમાં આ પ્રમાણે કહેવા સાથે જો બાયેડને જણાવ્યું હતું કે, આપણે ટ્રમ્પને જીતવા દેવા ન જોઇએ. તેમ ન્યૂયોર્ક પોસ્ટે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ૮૧ વર્ષના જો બાયડેન અમેરિકાના આજ સુધીના પ્રમુખોમાં સૌથી વધુ વયના પ્રમુખ છે. જો તેઓ આ વખતે જાન્યુઆરી'૨૪માં ચૂંટણીમાં વિજયી થશે તો તેમની પ્રમુખ પદની મુદત પૂરી થશે ત્યારે તેઓ ૮૬ વર્ષના હશે.
તકલીફ તે છે કે બાયડેનને હવે ઉંમરની સ્પષ્ટ અસર દેખાય છે. તેઓ બોલવામાં વારંવાર ગોટાળા કરી નાખે છે. ઘણીવાર ઘણું ભૂલી પણ જાય છે. જાહેર સભાઓને કરેલાં સંબોધન વખતે પણ બાફી મારે છે. ઘણા ટીકાકારો આ માટે તેમની વધતી જતી વયને કારણભૂત માને છે.
ડેમોક્રેટિક પાર્ટી (બાયડેનની પાર્ટી)નાં અગ્રીમ રાજ્યે અને યોહાયોનાં બેહેનનાં સાંસદ શેરોન શ્વેદાએ તો ખુલ્લે આમ કહ્યું હતું કે તેઓ (બાયડેન) જીવનના તે તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે કે જ્યારે નિધન નજીક આવી ગયું હોય છે. વૉશિંગ્ટન પોસ્ટને આપેલી મુલાકાતમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આપણે ડેમોક્રેટ મતદારોને વારંવાર બાયડેનની તંદુરસ્તી અંગે ચિંતા વ્યક્ત કરતા સાંભળીએ છીએ. આપણે સર્વે ટિક ટિક થતાં ઘડીયાળ ઉપર છીએ. પરંતુ તેઓની (બાયડેનની) કે ટ્રમ્પની ઘડીયાળ ઝડપથી ટિક-ટિક કરી રહી છે. મતદારોને તે ચિંતા છે.
અન્ય ડેમોક્રેટ સાંસદ તેમ માને છે કે બાયડેન નોમિનેશન તો, મેળવશે જ પરંતુ પછી તુર્ત જ તેઓ નિવૃત્ત થઇ જશે. ચૂંટણી નહીં લડે.
દરમિયાન ઘણા પ્રિ પોલ સર્વે જણાવે છે કે ૭૭ વર્ષના ટ્રમ્પ પ્રિ પોલ સર્વેમાં બાયડેનથી ઘણા આગળ છે. ટ્રમ્પને ૪૬.૭ ટકા મતદારોનો ટેકો છે. જ્યારે બાયડેનને ૪૪.૭ ટકા મતદારોનો ટેકો છે.
આ માહિતી આપતાં ન્યુયોર્ક ટાઈમ્સ કહે છે કે ટ્રમ્પર બાયડેન કરતાં મહત્વનાં રાજ્યો એરિઝોના, જ્યોર્જિયા અને પેન્સીલાવિયામાં આગળ છે.
ટ્રમ્પ સામે ગણા ફોજદારી કેસો ઉભા છે, તેમ છતાં તેઓ પ્રમુખપદની ચૂંટણી લડવા તૈયાર થયા છે તેમ પણ ન્યૂયોર્ક ટાઈમ્સે જણાવ્યું છે.