Get The App

'તને મારી નાખતાં જરાય નહીં ખચકાઉ...' ઇરાનના સાંસદે ટ્રમ્પને ધમકાવતા સનસનાટી મચાવી

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
'તને મારી નાખતાં જરાય નહીં ખચકાઉ...' ઇરાનના સાંસદે ટ્રમ્પને ધમકાવતા સનસનાટી મચાવી 1 - image


Image: Facebook

Donald Trump: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધતો જઈ રહ્યો છે. તાજેતરમાં જ ટ્રમ્પે ગાઝાને લઈને પોતાનો પ્લાન રજૂ કર્યો હતો. આની પર ઈરાને વિરોધ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝા પટ્ટી પર કબ્જો કરવા અને તેના પુનર્વિકાસનો પ્રસ્તાવ મૂક્યો છે. આની પર ઈરાની સંસદમાં વિદેશ નીતિ આયોગના સભ્ય મુસ્તફા જરેઈએ એક મોટું નિવેદન આપ્યું છે.

મુસ્તફા જરેઈએ ટ્રમ્પને આપી ધમકી

ઈરાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એઈતા પર ઈરાની સંસદમાં વિદેશ નીતિ આયોગના સભ્ય મુસ્તફા જરેઈએ કહ્યું, 'મારી તરફથી હું કહીશ કે જ્યારે પણ મને તક મળશે, હું તમને મારવામાં એક પળ પણ અચકાઈશ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પ.' તેમના આ નિવેદનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તેમણે પોતાની પોસ્ટમાં આગળ કહ્યું, 'તે એક રાજકીય અધિકારી છે જે કૂટનીતિ રીતે આ વાત કહી રહ્યા છે.'

આ પણ વાંચો: ટ્રમ્પના આદેશથી દુનિયાભરમાં ખળભળાટ, આંતરરાષ્ટ્રીય કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો, શું નેતન્યાહૂ છે કારણ?

ટ્રમ્પ ઈરાનને લઈને અપનાવી રહ્યા છે આકરું વલણ

આ પહેલા વ્હાઇટ હાઉસમાં એક ડૉક્યુમેન્ટ પર હસ્તાક્ષર કરતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'હું ઈરાનને એ કહેવા ઇચ્છું છું કે હું એક મોટો કરાર કરવા માગું છું. એક એવો કરાર જેનાથી તે પોતાનું જીવન આગળ વધારી શકે. ઈરાન પરમાણુ હથિયાર રાખી શકતું નથી. જો એવું થયું તો આ ઈરાન માટે ખૂબ દુર્ભાગ્યશાળી સાબિત થશે. મેં આદેશ આપ્યા છે કે જો ઈરાન મારી હત્યાનો પ્રયત્ન કરે છે તો તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવે.' અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પહેલા જ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે મને મારવાનું કાવતરું રચ્યું હતું. આ મામલે ન્યૂયોર્કમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ઈરાન કમજોર સ્થિતિમાં છે

વર્તમાનમાં ઈરાન કમજોર સ્થિતિમાં છે કેમ કે તેના સહયોગી સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સત્તાથી બહાર થઈ ચૂક્યા છે. તેના સમર્થક જૂથ હિઝબુલ્લાહ અને હમાસ કમજોર થઈ ચૂક્યા છે. સાથે જ ઈરાનમાં નવા રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્કિયાન સત્તામાં આવ્યા છે. જેમણે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઇબ્રાહિમ રઇસીનું સ્થાન લીધું છે. 


Google NewsGoogle News