હું બધા જ યહૂદીઓને મારી નાખીશ' : યુ.એસ.માં પાક. વસાહતીએ જયુ વિદ્યાર્થીઓને કચડવા પ્રયત્ન કર્યો

Updated: May 31st, 2024


Google NewsGoogle News
હું બધા જ યહૂદીઓને મારી નાખીશ' : યુ.એસ.માં પાક. વસાહતીએ જયુ વિદ્યાર્થીઓને કચડવા પ્રયત્ન કર્યો 1 - image


- 58 વર્ષના ટેક્ષી ડ્રાઈવર અશગર અલિએ તેની ટેક્ષી યહુદી વિદ્યાર્થીઓ તથા એક રૂબી તરફ ધસાવી દીધી

ન્યૂયોર્ક : યહૂદીઓ સામે રોષ ઠાલવતા મોટે મોટેથી બોલતા જતા, પાકિસ્તાની વસાહતી કેબ ડ્રાઇવરે બુ્રકલીન સ્થિત એક યહૂદી શાળામાંથી બહાર આવતા બાળકો અને તેમની સાથે ચાલતા એક રૂબી (યહૂદી ધર્મગુરુ) તરફ ટેક્ષી ધસાવી દીધી હતી. સાથે મોટે મોટેથી બોલતાં કહેતો હતો કે, 'હું તમામ  યહૂદીઓને મારી નાખીશ'

સદ્ભાગ્યે તે બાળકો અને રૂબી ફૂટપાથ ઉપર ચડી જતાં બચી ગયા. તે જોઇને કેબ ડ્રાઇવર અસગર અલીએ કેબ પાછી વાળી ફરી તે બાાળકો અને રૂબીને કચડવા પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં સુધીમાં તે બાળકો અને રૂબી સલામત સ્થળે પહોંચી શકયા હતા.

આ માહિતી આપતાં ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ (NYPD)ના પ્રવકતાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાએ મહિનાઓથી અમેરિકામાં હેટ ક્રાઇમ્સ વધી રહ્યા છે. પરંતુ આ વખતનો તે અસગર અલિનો પ્રયત્ન તો ઘણો જ ગંભીર હતો.

ન્યૂયોક પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અસગર અલિ પછી પોતાની કેબ છોડી નાસવા જતો હતો ત્યાં જ પોલીસે તેને જબ્બે કરી લીધો હતો.

આ અસગર અલિ ઉપર ચાર ગુનાઓ માટે પણ પહેલા કેસ થયા છે. તેની ઉપર માનવ હત્યાનો પ્રયત્ન, હુમલાનો પ્રયત્ન અને હેટ-ક્રાઇમ (ધિક્કાર-અપરાધ) સહિત જુદી જુદી કલમો નીચે કેસ દાખલ થયા છે. સીસીટીવી દ્વારા તેની કેબનો નંબર મળતાં, તેને પકડવો સરળ બન્યું હતું.


Google NewsGoogle News