'મને વ્હેલ ગળી ગઈ હતી, અંદરનું અંધારુ મોત સમાન હતું'

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
'મને વ્હેલ ગળી ગઈ હતી, અંદરનું અંધારુ મોત સમાન હતું' 1 - image


- અમેરિકન ડાઈવરનું ચોંકાવનારુ કબુલનામું

- એક કારે ટક્કર મારી હોય તેવું લાગ્યું અને બીજી ક્ષણે તે વ્હેલના મોઢાંમાં હતો

કેલિફોર્નિયા : મુસીબતમાં ફસાયેલા વ્યક્તિ માટે બે વસ્તુ સૌથી જરૂરી હોય છેઃ મનને શાંત રાખવું અને ધૈયવાન રહેવું. આ બે ગુણોથી ભલભલી મુસીબતોમાંથી નીકળી શકાય છે. આ પ્રકારની મુશ્કેલીનો સામનો અમેરિકન ડાઈવર માઈકલ પેકર્ડે કર્યો હતો.

એક રિપોર્ટ મુજબ, સમુદ્રમાં માઈકલને એક વ્હેલ ગળી ગઈ હતી. પરંતુ, એ પહેલા કે વ્હેલ તેને ખાઈ જાય, માઈકલ ચમત્કારિક રીતે તેના મોઢામાંથી બહાર આવી ગયો હતો. માઈકલે જણાવ્યું કે, તરતા સમયે એક કારે તેમને ટક્કર મારી હોઈ તેવું લાગ્યું હતું. ત્યારબાદ,  એકદમ જ આંખો સામે અંધારુ છવાઈ ગયું હતું. 

માઈકલે અંદાજો લગાવ્યો હતો કે, વ્હેલે તેને પકડી લીધો છે. વ્હેલના મોઢાંમાં મોતના દર્શન બાદ તેને પત્ની અને બાળકો વિશે વિચાર આવ્યો હતો. માઈકલે આવા કપરા સંજોગોમાં હિંમત હારી નહતી. તેણે વ્હેલને અનેક લાતો મારી હતી. આ દરમિયાન અચાનક જ વ્હેલે તેનું મોઢું હલાવવાનું શરૂ કર્યું હતું. થોડી ક્ષણોમાં માઈકલ વ્હેલના મોઢામાંથી બહાર આવી ગયો હતો.


Google NewsGoogle News