Get The App

મને આ ધંધો ગમે છે : હું જીંદગીભર આ ધંધો કરવા માગું છું : મેક ડૉનાલ્ડઝમાં ફ્રેન્ચ-ફ્રાય બનાવ્યા પછી ટ્રમ્પે કહ્યું

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
મને આ ધંધો ગમે છે : હું જીંદગીભર આ ધંધો કરવા માગું છું : મેક ડૉનાલ્ડઝમાં ફ્રેન્ચ-ફ્રાય બનાવ્યા પછી ટ્રમ્પે કહ્યું 1 - image


- કમલાને 60મા જન્મદિને ટ્રમ્પે શુભેચ્છાઓ પાઠવી

- કમલાએ કહ્યું હતું કે હું કેલિફોર્નિયામાં કૉલેજમાં હતી ત્યારે ફાસ્ટ-ફુડ ચેઇનમાં કામ કરતી હતી : તેના જવાબ સમાન ટ્રમ્પે આ કામ કર્યું હતું

ફીલાડેલ્ફીયા (પેન્સીલવેનિયા) : અમેરિકાનાં પ્રમુખ પદની ચૂંટણી આડે હવે બે સપ્તાહ જ બાકી રહ્યાં છે, ત્યારે ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે રવિવારે બે ચર્ચની મુલાકાત લીધી હતી. જયારે તેઓના રીપબ્લિકન પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પે એક અન્ય પ્રકારનાં ટેમ્પલે પહોંચ્યા હતા. તેઓ વિશ્વ વિખ્યાત મેક-ડોનાલ્ડ રેસ્ટોરાં પર પહોંચ્યા. ત્યારે, કમલા હેરિસ ઉપર પ્રહારો કરતાં કહ્યું : તે ખોટી છે તેણે કદી ફાસ્ટ-ફૂડ ચેઇનમાં કામ કર્યું નથી.

બંને ઉમેદવારો સ્પર્ધાત્મક રાજ્યોમાં મત એકઠા કરવા પ્રયત્નો કરી રહ્યા છે. હેરિસ જ્યોર્જીયામાં ચૂંટણી પ્રચાર કરે છે, જયારે ટ્રમ્પ પેન્સીલવાનિયામાં પ્રચાર-વ્યસ્ત છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન કમલાએ હરિકેન સમયે બચાવ કાર્યમાં વ્યસ્ત તેવા સર્વેની બહાદૂરીની ભરપેટ પ્રશંસા કરી હતી. આ ચક્રવાતે આ મહિનાના પ્રારંભે ફલોરિડામાં અનેકને યમસદન પહોંચાડયા હતા. વિનાશ વેરી નાખ્યો હતો. તેઓએ ૧નું નામ લીધા સિવાય અમેરિકા અંગેના પોતાનાં દર્શન અને અન્યનાં દર્શન વચ્ચેનો વિરોધાભાસ દર્શાવ્યો હતો. તેઓએ બાપ્ટિસ્ટ ચર્ચ- સ્ટન ક્રેસ્ટ જ્યોર્જિયામાં કહ્યું હતું કે ઘણા નેતાઓ કરૂણા અને પ્રેમ ને બદલે અન્યને પછાડવાની વાત કરી રહ્યા છે.

કમલા હેરિસને ગઇકાલે ૬૦મું વર્ષ બેઠું તે સમયે ૭૮ વર્ષના તેઓના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પે શુભેચ્છાઓ પાઠવી હતી.

ફિલાડેલ્ફિયાના પરામાં આવેલી વિશ્વ વિખ્યાત મેક ડોનાલ્ડ રેસ્ટોરામાં ટ્રમ્પ પહોંચ્યા હતા ત્યાં તેઓએ તેઓના કોટ અને જેકેટ ઉતારી રસોઈ સમયે પહેરવાનું એપ્રન પહેરી લીધું છે. આ ભૂરાં અને પીળી પટ્ટીવાળા એપ્રન સાથે તેઓએ રસોઈ ઘરમાં ફ્રેન્ચ ફ્રાય બનાવી ત્યારે કહ્યું : મને આ ધંધો ખુબ ગમે છે. હું જીંદગીભર આ ધંધો કરવા માગું છું.

પૂર્વે કમલા હેરિસે કહ્યું હતું કે, તેઓએ ફાસ્ટ ફુડ ચેઇનમાં કામ કર્યું હતું. તેનો પ્રતિભાવ આપતા ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું કે તે જુઠ્ઠી છે. તેવું કશું તેણે કર્યું જ નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ તે રેસ્ટોરામાં પહોંચ્યા ત્યારે રેસ્ટોરામાં અન્ય કોઈને પ્રવેશ આપવામાં આવ્યો નહતો. તેથી બારીમાંથી માનવમેદની પોતાના પૂર્વ પ્રમુખને રસોડામાં કામ કરતા જોઈ રહી હતી. આનો ટ્રમ્પને ખ્યાલ આવી જ ગયો હતો. તેઓએ તેમણે બનાવેલા ફ્રેન્ચ ફ્રાય પ્લાસ્ટિકની એક થેલીમાં ભરી બારી ઊઘાડી સામે જે કોઈ ઊભા હતા તેઓને આપ્યા. તેઓએ આ પોટેટો-સ્ટિકસ એક ઢાંકણાં વગરના ડબ્બામાં ભરી દર્શાવી પણ હતી.


Google NewsGoogle News