પેન્સીલવાનિયામાં મારી ઉપર ગોળીબાર થયો તે પહેલા મને કોઈ ચેતવણી મળી ન હતી : ટ્રમ્પ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
પેન્સીલવાનિયામાં મારી ઉપર ગોળીબાર થયો તે પહેલા મને કોઈ ચેતવણી મળી ન હતી : ટ્રમ્પ 1 - image


- કોઈએ કહ્યું ન હતું કે કોઈ મુશ્કેલી ઊભી થશે નહીં તો હું પંદરેક મીનીટ રોકાઈ ગયો હોત : મને લાગે છે કે કયાંક ભૂલ થઈ છે : ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ પદ માટેના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ તેઓની ઉપર થયેલા ગોળીબાર અંગે ફોકસ ન્યૂઝને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, પેન્સીલવાનિયામાં મારી ઉપર ગોળીબાર થશે તેની મને કોઈએ પહેલેથી ચેતવણી જ આપી ન હતી. કોઈએ કહ્યું પણ ન હતું કે ત્યાં મુશ્કેલી ઊભી થશે. ત્યાં કશો કોઈ પ્રોબ્લેમ છે. જો તે ખબર મળી હોત તો હું પંદરેક મિનીટ રોકાઈ ગયો હોત. ૨૦ મીનીટ પણ રોકાઈ ગયો હોત. છેવટે પાંચ મિનિટ જેટલો રોકાયો હોત. પરંતુ મને પહેલેથી કોઈ ચેતવણી જ મળી ન હતી. પરંતુ કોઈએ કશું જ કહ્યું નહીં.

આ સાથે તેઓને પોતાની ઉપર થયેલા ગોળીબાર કે જેમાં ગોળી તેઓના જમણા કાનના ઉપરના ભાગે છરકો કરી આવી ગઈ હતી. પરંતુ તે છરકામાંથી ઉડેલા લોહીએ તેઓના મુખના જમણા ભાગે ઉપર છંટકાવ કર્યો હતો. તબીબો કહે છે કે જો તે ગોળી ઇંચના ચોથા ભાગ જેટલી જ વધુ નજીકથી ગઈ હોત તો તે પૂર્વ પ્રમુખની ખોપરીમાં જ ઘૂસી જાત.

ફોકસ ન્યૂઝને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું : કશે કશી ભૂલ જરૂર થઈ છે. કોઈ છાપરા ઉપર ચઢી જ કેમ શકે ? તેની તરફ કોઈનું ધ્યાન પણ કેમ ન ગયું ?

ઉલ્લેખનીય છે કે હવે તો અમેરિકાની આંતરિક જાસૂસી સંસ્થા એફબીઆઈ (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) પણ કહે છે કે રીપબ્લીકન પાર્ટીએ પહેલા જ અમોને કહ્યું હતું કે, પ્રમુખ પદના ઉમેદવારની સલામતી વધારવાની જરૂર છે, પરંતુ અમે તે માગણી ગંભીરતાપૂર્વક લીધી ન હતી.

ટૂંકમાં આ ઘટના પછી તો પ્રમુખપદે ચૂંટાવાની ટ્રમ્પની શક્યતા વધી રહી છે.


Google NewsGoogle News