મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે...: અમેરિકામાં પોલીસે ઘૂંટણથી અશ્વેતની ગરદન દબાવી, નિધન
Image Source: Twitter
America: અમેરિકાના ઓહિયોની પોલીસે એક અશ્વેત વ્યક્તિના વીડિયો-ફૂટેજ જારી કર્યા છે. પોલીસે તેની ધરપકડ કરવા માટે તેને જમીન પર પાડી નાખ્યો હતો. વીડિયોમાં વ્યક્તિ પોલીસને વારંવાર એવું કહેતો નજર આવી રહ્યો છે કે, મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. ત્યારબાદ તેમનું નિધન થઈ જાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, અધિકારી ટાયસનની ધરપકડ કરવા માટે મથામણ કરે છે. ત્યારબાદ એક અધિકારી ટાયસનને જમીન પર પાડી નાખે છે અને પાછળથી ઘૂંટણથી તેની ગરદન દબાવી રાખે છે. આ દરમિયાન ટાયસન વારંવાર કહી રહ્યો છે કે, મારો અશ્વાસ રૂંધાઈ રહ્યો છે. તેની થોડી જ મિનિટો બાદ ટાયસનનું શરીર હલનચલન કરવાનું બંધ કરી દે છે અને તેનું મૃત્યુ થઈ જાય છે.
જોકે, 18 એપ્રિલના રોજ બનેલી આ ઘટના અંગે પોલીસે દાવો કર્યો છે કે, કેન્ટન શહેરની પૂર્વી સીમા પાસે ટાયસન પોતાની કાર અથડાયા બાદ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસ વિભાગે તેમાં સામેલ અધિકારીઓની ઓળખ બ્યૂ શોનેગે અને કેમડેન બર્ચ તરીકે કરી છે. ઓહિયો ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન આ કેસની તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યું કે, અધિકારીઓએ શેરીક રોડ સાઉથ વેસ્ટના 1700 બ્લોકમાં રાત્રે લગભગ 8:15 વાગ્યે એક વાહન દુર્ઘટનાની સૂચના બાદ કાર્યવાહી કરી હતા. કેન્ટનના મેયર વિલિયમ શેરર દ્વિતીયએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, આજે અમે ટાયસનના મૃત્યુ સાથે સબંધિત ધરપકડની ઘટનાના વીડિયો ફૂટેજ જાહેર કર્યા છે. હું મારી સંવેદના આપવા માટે ટાયસનના પરિવારને મળ્યો. મારો લક્ષ્ય આ સમુદાય માટે પારદર્શી બનવાનો છે.