Get The App

'હું મારી સેના યુક્રેન મોકલવા તૈયાર...', બ્રિટનના વડાપ્રધાનના નિવેદનથી ખળભળાટ, યુદ્ધ ભડકશે?

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
'હું મારી સેના યુક્રેન મોકલવા તૈયાર...', બ્રિટનના વડાપ્રધાનના નિવેદનથી ખળભળાટ, યુદ્ધ ભડકશે? 1 - image


Image: Facebook

Keir Starmer Statement: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બ્રિટન પોતાની સેના યુક્રેન મોકલવા માટે તૈયાર છે. જો યુરોપને સુરક્ષાની જરૂર પડી તો બ્રિટન પોતાની સેનાને યુક્રેન મોકલવા તૈયાર છે. આ નિવેદન અમેરિકાની પીછેહઠ બાદ આવ્યું છે.

જમીન પર સૈનિકોને ઉતારવાની વાત

કીર સ્ટાર્મરે કહ્યું કે 'બ્રિટન રશિયા વિરુદ્ધ યુદ્ધમાં યુક્રેનને ખૂબ સમર્થન કરી રહ્યું છે. જરૂર પડવા પર યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવા માટે પણ તૈયાર રહેવું પડશે. પોતાના સૈનિકોને જમીન પર ઉતારવા પણ મહત્ત્વનું છે.'

હું હળવાશમાં કહી રહ્યો નથી

બ્રિટિશ પીએમે કહ્યું કે 'હું આ વાત હળવાશમાં કહી રહ્યો નથી. બ્રિટિશ સૈનિકો અને મહિલાઓને સંભવિત રીતે જોખમમાં નાખવાની જવાબદારી ખૂબ ઊંડાણપૂર્વક અનુભવવામાં આવે છે. યુક્રેનને સુરક્ષાની ગેરંટી આપવી આપણા મહાદ્વીપ અને દેશની સુરક્ષામાં મદદ કરશે.'

આ પણ વાંચો: 1220 બોંબ, 850 ડ્રોન, 40 મિસાઈલથી યુક્રેન પર હુમલો, જેલેન્સ્કીએ કહ્યું, ‘રશિયાએ એક સપ્તાહમાં તબાહી મચાવી’

યુરોપમાં મોટી બેઠક થવાની છે

અમેરિકા યુક્રેન અને રશિયાની વચ્ચે યુદ્ધને ખતમ કરવાના પ્રયત્નમાં છે પરંતુ તેના આ પગલાથી યુરોપમાં ચિંતાની લહેર પેદા થઈ ગઈ છે. હવે કીર સ્ટાર્મરે કહ્યું છે કે તે સોમવારે આ મુદ્દે પેરિસમાં આયોજિત એક ઉચ્ચ બેઠકમાં સામેલ થશે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલાની ત્રીજી વર્ષગાંઠ પહેલા જર્મની, યુનાઈટેડ કિંગડમ, ઈટલી, પોલેન્ડ, સ્પેન, નેધરલેન્ડ અને ડેનમાર્કના રાષ્ટ્રાધ્યક્ષ એક મીટિંગમાં ભાગ લઈ શકે છે.

અમેરિકા જ હુમલો કરવાથી રોકી શકે છે

કીર સ્ટાર્મરે કહ્યું કે 'આગામી દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પણ મળશે. રશિયા વિરુદ્ધ અમેરિકાનો સપોર્ટ મહત્ત્વપૂર્ણ છે. સ્થાયી શાંતિ માટે અમેરિકાની સુરક્ષા ગેરંટી જરૂરી છે કેમ કે માત્ર અમેરિકા જ પુતિનને બીજી વખત હુમલો કરવાથી રોકી શકે છે.'


Google NewsGoogle News