હશ મની કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત પણ કોઈ સજા કે દંડ નહીં થાય
Hush Money Case: અમેરિકામાં જસ્ટિન જુઆન મર્ચેને શુક્રવારે (10 જાન્યુઆરી, 2025)ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં બિનશરતી મુક્તિનો આદેશ આપ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તે પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે તેમને મોટી રાહત પણ આપી છે. કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત જાહેર કર્યા છે પરંતુ તેમને કોઈ સજા નહીં આપવામાં આવે. તેનાથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે વાઇટ હાઉસ જવામાં તેમની સામે કોઈ વિઘ્ન નથી. આ સાથે જ આ કેસ પણ ખતમ થઈ ગયા છે. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ હશે જે કોઈ કેસમાં દોષિત જાહેર થયા બાદ પણ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે.
ના જેલ અને ના દંડ
સજા પર સુનાવણી દરમિયાન મૈનહટન ક્રિમિનલ કોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ થયા હતા. જસ્ટિસ જુઆન મરચૈને શુક્રવારે વગર શરતે મુક્તિ આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત જરૂર સાબિત થયા છે, પરંતુ તેમને કોઈ સજા આપવામાં આવી નથી. ના તો તેમને જેલ થશે અને ના તો તેમને કોઈ દંડ ભરવો પડશે.
આ પણ વાંચો: કેનેડા બાદ બ્રિટનના વડાપ્રધાનને પાડી દેવાનો મસ્કનો પ્લાન! સિક્રેટ મીટિંગ કર્યાનો દાવો
10 દિવસ બાદ રાષ્ટ્રપતિ પદના લેશે શપથ
ખીચોખીચ ભરેલા કોર્ટ રૂમમાં જજે ચુકાદો સંભળાવ્યો. 10 દિવસ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે, તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રચાર દરમિયાન જ એક અડલ્ટ સ્ટારને મોં બંધ રાખવાના 1 લાખ 30 હજાર ડૉલરને પેમેન્ટ કર્યા હતા.
મેં કોઈ ખોટું કામ નથી કર્યું: ડોનાલ્ડ ટ્રમ્પ
સુનાવણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'તેમણે કોઈ પણ ખોટું કામ નથી કર્યું. ચૂંટણી પહેલા તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચાયું હતું, જેથી તેઓ ફરીથી રાષ્ટ્રપતિ ન બની શકે.'
સુનાવણી દરમિયાન વકીલે જશુઆ સ્ટેગ્લાસે તેમના વ્યવહારની ટિકા કરી. તેમણે કહ્યું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પે આ સુનાવણીની કાયદેસરતાને નબળી પાડવા માટે એક આખું અભિયાન ચલાવ્યું. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા પોતાના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો.' આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને કહ્યું હતું કે, 'તેમની સજા રોકી દેવી જોઈએ.' જોકે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ 5-4ના ચુકાદામાં તેમની અપીલ ફગાવી દીધી હતી.
ગયા વર્ષે મે મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પોર્ન સ્ટાર ડેનિયલ્સે દાવો કર્યો હતો કે તેના ટ્રમ્પ સાથે શારીરિક સંબંધો હતા. આ ગુપ્ત રાખવા માટે તેને પૈસાની ઓફર કરી હતી.