1950 બાદ પહેલીવાર મેક્સિકોમાં સૌથી ભયાનક વાવાઝોડું 'ઓટિસ' ત્રાટક્યું, ચારેકોર વેર્યો વિનાશ

12 કલાકમાં જ 'ઓટિસ' 215 કિમીની ઝડપે દરિયાકાંઠા સાથે અથડાયું

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
1950 બાદ પહેલીવાર મેક્સિકોમાં સૌથી ભયાનક વાવાઝોડું 'ઓટિસ' ત્રાટક્યું, ચારેકોર વેર્યો વિનાશ 1 - image


Hurricane Otis In Mexico : પેસિફિક મહાસાગરના કિનારે સ્થિત મેક્સિકોમાં ગઈકાલે કુદરતનો કહેર જોવા મળ્યો હતો. મેક્સિકો કિનારે  'ઓટિસ' વાવાઝોડું 230 કિમી પ્રતિ કલાકની ઝડપે અથડાયું હતું. જોરદાર પવન અને વરસાદના લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાય હતી. આ વાવાઝોડાએ લોકોના ઘર, વાહનો, સ્ટ્રીટ લાઈટ, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ભારે નુકશાન પહોંચાડ્યું હતું.

12 કલાકમાં જ ચક્રવાતે વિનાશ વેર્યો 

મળતી માહિતી મુજબ આ વાવાઝોડું ખૂબ શક્તિશાળી હોવાથી મેક્સિકોમાં ચારેકોર વિનાશ વેર્યો હતો. મેક્સીકન સરકારના જણાવ્યા પ્રમાણે વર્ષ 1950 પછીનું આ સૌથી ભયંકર વાવાઝોડું સાબિત થયું છે. તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સતાધીશો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, આ વાવાઝોડું એટલું ખતરનાક હતું તેનાથી બચવા માટે તૈયારી કરવાનો પણ સમય મળ્યો ન હતો કારણ કે ચક્રવાત તેના ઉદ્ભવના 12 કલાકની અંદર દરિયાકાંઠેના વિસ્તારમાં અથડાયું હતું.

ચક્રવાતે કેટલું નુકશાન કર્યું ?

મેક્સિકોની સિવિલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, હજુ સુધી લોકોને કેટલું નુકસાન થયું તે અંગે કોઈ આંકડો સામે આવ્યો નથી. છેલ્લા 12 કલાકમાં તેની એવરેજ સ્પીડ 215 કિમી પ્રતિ કલાકથી 130 કિમી પ્રતિ કલાક થઈ હતી અને હવે તેની સ્પીડ 45 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે, પરંતુ આ બધાની વચ્ચે તેણે અન્ય જગ્યાએ ઘણું નુકસાન કર્યું છે.

મેક્સિકોના પ્રખ્યાત ટૂરિઝમ સ્પોટ પર ત્રાટક્યું  'ઓટિસ'

મેક્સિકોના અકાપુલ્કો પાસે   'ઓટિસ' ચક્રવાત ટકરાયું હતું જ્યાં 10 લાખ લોકો રહે છે. મેક્સિકોનું આ એક મોટું પર્યટન સ્થળ છે જે આ વાવાઝોડાના ઝપેટમાં આવતા બરબાદ થઈ ગયું છે. મેક્સિકોના રાષ્ટ્રપતિએ મીડિયાને કહ્યું છે કે, આ ચક્રવાત જે વિસ્તારોમાંથી પસાર થયું છે તેને જોડવાના અમે પ્રયાસો કરી રહ્યા છીએ.  


Google NewsGoogle News