'ઇન્ડીજીન ટ્રીટી બિલ'ના વિરોધમાં સેંકડો માઓરીઝે પાટનગર તરફ કૂચ કરી
- ઇતિહાસનું આશ્ચર્ય છે કે માઓરીમાં આર્ય રક્ત જોવા મળ્યું છે
- નોર્થ-આઇલેન્ડની કેઇપ-રીંગા પાસે પ્રાત:કાળ પ્રાર્થના પછી આ કૂચ-પાટનગર વેલિન્ગ્ટન તરફ આગળ આવી
વેલિંગ્ટન : પ્રશાંત મહાસાગરના આ ટાપુ દેશમાં સેંકડો માઓરીઝે 'ઇન્ડીજીનસ ટ્રીટી બિલ'ના વિરોધમાં દેશના પાટનગર વેલિન્ગટન તરફ સોમવારથી કૂચ શરૂ કરી છે. આ કૂચ મંગળવારે પાટનગર વેલિંગ્ટન પહોંચશે વચમાં કેમ સિંગ પાસે આ કૂચ પ્રાત:કાળ પ્રાર્થના માટે થોડો સમય અટકી હતી. ઉત્તર અને દક્ષિણ એમ બે મોટા ટાપુઓમાં વસેલા આ રાષ્ટ્રના ઉત્તરનો ટાપુ મોટા ભાગની વસ્તી ધરાવે છે. ન્યૂઝીલેન્ડની ૫૩ લાખની વસ્તીમાં ૨૦ ટકા માઓરીઝ છે.
વાસ્તવમાં ૧૮૪૦માં બ્રિટિશ 'ક્રાઉન' (સરકાર) અને ૫૦૦જેટલા માઓરી સરદારો વચ્ચે થયેલી સંધિ પ્રમાણે દેશની લઘુમતીને જે અધિકારો આપવામાં આવ્યા હતા તેનું મૂળ અર્થઘટન તાજેતરમાં ન્યુઝીલેન્ડની સંસદમાં કટ્ટર જમણેરી પાર્ટીના નેતા અને એસોસીએટ જસ્ટિસ મિનિસ્ટર ડેવિડ સીમોરે ફેરવી નાખ્યું હતું. તેમણે ગયા મહિને એક વિધેયક રજૂ કર્યું હતું જે પ્રમાણે 'દેશના મૂળ વતનીઓ (માઓરી) અને સરકાર સાથે કોઈ મતભેદ ઉભા થાય તો તે કોર્ટ દ્વારા નહી પણ સંસદ દ્વારા ઉકેલવા' તેમ કહેવાયું હતું. જો કે, આ વિધેયક રજૂ થઈ શક્યું નથી ત્યાં જ માઓરીઝે વિરોધ શરૂ કર્યો છે.
ઇતિહાસનું એક આશ્ચર્ય છે કે, આ માઓરીઝમાં આર્ય-રક્ત (DNA) જોવા મળ્યું છે તેનો અર્થ કહી શકાય કે પ્રાચીન યુગમાં આર્યો ભારતમાંથી તે ઉત્તરના ટાપુઓ સુધી તો પહોંચ્યા જ હશે.
બહુ થોડાને ખબર હશે કે માલદીવનું નામ પ્રાચીન યુગમાં 'મલય-દ્વીપ' હતું વિષુવૃત્તની ઉત્તરે રહેલા આ ટાપુઓની પશ્ચિમેથી મોન્સૂન કરન્ટ શરૂ થાય છે જે 'મલયાનિલ' કહેવાતા. અરેબિયન સીનું ભારતીય નામ અમરાન્ત સાગર છે તેવા સાહસિક આર્યો ન્યુઝીલેન્ડ પહોંચ્યા હોય તો આશ્ચર્ય નથી.