આ પક્ષીના એક પીંછાની લાખો રૂપિયામાં થઇ હરાજી, જાણો શું છે ખાસ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
આ પક્ષીના એક પીંછાની લાખો રૂપિયામાં થઇ હરાજી, જાણો શું છે ખાસ 1 - image


Huia Bird: વિશ્વમાં પક્ષીઓની હજારો પ્રજાતિઓ જોવા મળે છે. લોકો તેમની સુંદરતાને કારણે કેટલાક પક્ષીઓને તેમના ઘરમાં રાખવાનું પણ પસંદ કરે છે.  દુનિયાભરના સુંદર પક્ષીઓને લોકો પોતાના કેમેરામાં કેદ કરવા માંગે છે. આ સિવાય પણ ઘણા એવા પક્ષીઓ છે જેમના પીંછા માણસ પોતાની સાથે રાખવા માંગે છે. આમાંથી એક મોરનું પીંછું પણ છે. પરંતુ આજે અમે તમને એક એવા પક્ષીના પીંછા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના નાના પીંછાની 23 લાખ 66 હજાર રૂપિયામાં હરાજી કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે ન્યુઝીલેન્ડમાં એક પક્ષીનું પીંછુ 46,521 ડોલર (લગભગ 23 લાખ ભારતીય રૂપિયા)માં મળ્યું છે જે, 100 વર્ષ પહેલા લુપ્ત થઈ ગયેલા હુઈયા પક્ષી(Huia) નું છે વિશ્વનું સૌથી મૂલ્યવાન પીંછું હરાજીમાં વેચાયેલું સૌથી મોંઘું પીંછું છે. 

શા માટે ખાસ છે આ પીંછુ?

આ પક્ષીના એક પીંછાની લાખો રૂપિયામાં થઇ હરાજી, જાણો શું છે ખાસ 2 - image

આ પંખ ન્યુઝીલેન્ડના હુઈયા પક્ષી(Huia) નું છે. વાસ્તવમાં આ પક્ષી દાયકાઓ પહેલા લુપ્ત થઈ ગયું છે. મળતી માહિતી મુજબ હુઇયા પક્ષી માઓરી લોકો માટે પવિત્ર માનવામાં આવતું હતું. તે વેટલબર્ડ પરિવારનું એક નાનું પક્ષી હતું. આ પક્ષીની પાંખો ખૂબ જ સુંદર છે, જેની કિનારીઓ પર સફેદ ટીપ હોય છે. 

માહિતી અનુસાર, વડાઓ અને તેમના પરિવારો દ્વારા પીંછાઓ ઘણીવાર હેડપીસ તરીકે પહેરવામાં આવતા હતા. રાજાના મુગટ પર પણ આ પંખને શણગારવા માટે ઉપયોગ થતો હતો. શાહી ઘરોમાં આ પીંછાને ખૂબ જ કિંમતી માનવામાં આવે છે, સામાન્ય લોકો સુધી આ પક્ષીનું પીંછુ પહોંચતુ નહોતુ. 

પીછાની હરાજી

ન્યુઝીલેન્ડમાં હુઈયા પક્ષીના એક પીછાની હરાજી કરવામાં આવી ત્યારે હરાજી કરનારે કહ્યું કે શરૂઆતમાં આ પીછાની કિંમત $3000 મળવાની અપેક્ષા હતી. માહિતી અનુસાર, હરાજીના સમયે તે અગાઉના રેકોર્ડ કરતા 450 ટકા વધુ કિંમતે વેચવામાં આવ્યો હતો. હુઈયા પક્ષીના પીછાની હરાજી 28,417 અમેરિકન ડોલર એટલે કે અંદાજે 23 લાખ 66 હજાર રૂપિયામાં કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના મ્યુઝિયમ અનુસાર, આ પક્ષી છેલ્લે 1907માં જોવામાં આવ્યું હતું.


Google NewsGoogle News